October 14, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વલસાડના ધડોઈ ગામે કપડા સુકાવતા વહુને કરંટ લાગતા સાસુ બચાવવા દોડયા : સાસુનુ કરંટ લાગતા મોત

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.10: વલસાડ નજીક આવેલ ધડોઈ ગામમાં સવારે વહુકપડા સુકવતી હતી ત્‍યારે કરંટ લાગતા બુમાબુમ કરતા સાસુ વહુને બચાવવા દોડી તેથી તેમને કરંટ લાગતા ઘટના સ્‍થળો મોત નિપજ્‍યું હતું.
ધડોઈ ગામે નાયકાવાડમાં રહેતા દેવીબેન શગરભાઈ નાયકા પરિવાર સાથે રહે છે. બુધવારે ઘરના પુરુષો કામધંધે નિકળી ગયા હતા. વહુ ગીતાબેન નાયકા કપડા ધોઈને વિજ વાયર નજીક કપડા સુકવતી હતી તે દરમિયાન અચાનક વિજ સપ્‍લાય ચાલુ થઈ જતા ગીતાબેનને કરંટ લાગતા બુમાબુમ કરી હતી. વહુને બચાવવા સાસુ દેવીબેન ઘરમાંથી દોડી આવ્‍યા પરંતુ કુદરતને જુદુ જ મંજુર હતું. દેવીબેનને વહુ ગીતાબેનને બચાવવા જતા કરંટ લાગતા ઘટના સ્‍થળે મોત નિપજ્‍યું હતું. જ્‍યારે કરંટથી દાઝેલા ગીતાબેનને સારવાર માટે મોકલી અપાયા હતા. બનાવને લઈ ગામમાં હાહાકાર મચી જવા પામ્‍યો હતો. વિજ કંપનીને જાણ કરતા ઘટના સ્‍થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી હતી.

Related posts

ઉમરસાડીમાં કિરાણાની દુકાનમાં આગ લાગતા લાખોનું નુકશાન

vartmanpravah

ભારતીય જનતા પાર્ટી યુવા મોરચાના દાનહ-દમણ-દીવ પ્રદેશના પ્રભારી વરુણ ઝવેરીએ લીધી મુલાકાત

vartmanpravah

વાપી જીઆઈડીસી સ્‍થિત એલ્‍યુર ગિફટ રેપ્‍સ કંપનીમાં મહિલા કામદારોનો નોકરી-પગાર માટે હંગામો

vartmanpravah

વાપીમાં જન્‍મેલા 680 ગ્રામના નવજાત બાળકનો ચમત્‍કારી બચાવ થયો

vartmanpravah

વાપી આનંદનગર સ્‍વામિનારાયણમાં પાટોત્‍સવ ઉજવાયો

vartmanpravah

વલસાડ ટીવી રીલે કેન્‍દ્રમાં ગટરલાઈન કામગીરી દરમિયાન આર.પી.એફ. જવાન અને શ્રમિક પરિવાર વચ્‍ચે બબાલ-મારામારી થઈ

vartmanpravah

Leave a Comment