Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વલસાડ જિલ્લામાં ઓટો સેક્‍ટરમાં ફૂલ તેજી : જિલ્લામાં 2023-24માં જુદા જુદા પ્રકારના 52,682 વાહનો નોંધાયા

કાર, ટ્રક, ટુવ્‍હિલર, ટેમ્‍પો-રિક્ષા અને જે.સી.બી. તથા ટ્રકના વેચાણમાં વૃધ્‍ધિ

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.12: વલસાડ જિલ્લામાં સન-2023-24, 31 માર્ચ સુધીમાં જુદા જુદા પ્રકારના કુલ 52682 વાહનો આર.ટી.ઓ. ચોપડે નોંધાયા છે. જિલ્લામાં ઓટો સેક્‍ટરમાં ફુલ તેજી છે. કાર, ટ્રક, ટુ-વ્‍હિલર, થ્રી વ્‍હિલર, રીક્ષા-ટેમ્‍પો, જે.સી.બી. તથા ટ્રકના વેચાણમાં ધરખમ વૃધ્‍ધિ થઈ છે.
કોરોના કાળમાં ઓટો સેક્‍ટરમાં નરમાસ મંદી જોવા મળી હતી. ત્‍યાર પછીના વર્ષમાં તમામ પ્રકારના વાહનોની માંગ વલસાડ જિલ્લામાં વધી રહી છે. તેમાં પણ 2023-24, 31 માર્ચ સુધીમાં જુદા જુદા પ્રકારના 52,682 વાહનો આર.ટી.ઓ. દફતરે રજીસ્‍ટર થયા છે. છેલ્લા 20 વર્ષમાં જિલ્લામાં 8,42,600 વાહનો નોંધાયા છે. જેમાં છેલ્લા વર્ષોમાં ટુ-વ્‍હિલર સૌથી વધુ 5.75 લાખનું વેચાણ થયું છે. એજ રીતે 2022-23માં રીક્ષા 1292, ટેમ્‍પો 201 તેની સામે 2023-24માં રીક્ષા 1913 અને ટેમ્‍પો 266નુંવેચાણ નોંધાયું છે. ટ્રકમાં 2022-23 માં 1937 અને 2023-24 માં 2137નું વેચાણ છે. કાર બજાર તો સૌથી ફુલ સ્‍પીડમાં છે. 1.32 લાખ કાર રોડ ઉપર દોડી રહી છે. પાછલા છ વર્ષમાં જે.સી.બી.નું વેચાણ 850 થયું છે. જિલ્લામાં એવરેજ 2.37 વ્‍યક્‍તિએ એક વાહન દોડી રહ્યું છે. જિલ્લામાં હાલ 32 હજાર જેટલી ઓટો રિક્ષા અને 6500 જેટલા થ્રિ-વ્‍હિલર ટેમ્‍પા દોડી રહ્યા છે.

Related posts

આંતરરાષ્‍ટ્રીય દિવસ પર અનુરાગ સિંહ અને મનિષ ઝા દ્વારા વિશેષ સેમિનારનું સમાપન

vartmanpravah

દમણ રાજ્‍ય કાનૂની સેવા પ્રાધિકરણ દ્વારા આપવામાં આવતી મફત કાનૂની સેવાઓ બાબતે થઈ રહેલોપ્રચાર

vartmanpravah

ચીખલીની તથ્‍ય ફાર્મસી કોલેજના કમ્‍પાઉન્‍ડમાંથી ખેરગામની યુવતી ગુમ થતા પોલીસે વધુ તપાસ હાથ ધરી

vartmanpravah

વડાપ્રધાન નરેન્‍દ્રભાઈ મોદીના સ્‍વચ્‍છ ભારત મિશનના સ્‍વપ્‍નને સાર્થક કરતી વાપીની ‘એસએચ એન્‍જીટેક’

vartmanpravah

બાબા જય ગુરુદેવ ધર્મ પ્રચાર જન જાગરણ યાત્રાનું વાપીમાં અનુયાયીઓએ ભવ્‍ય સ્‍વાગત કર્યું

vartmanpravah

સંદર્ભઃ દીવ ન.પા.માં પ્રમુખ પદની મહિલા આરક્ષિત સામાન્‍ય બેઠક ઉપર અનુ.જાતિની મહિલાની પસંદગી

vartmanpravah

Leave a Comment