December 1, 2025
Vartman Pravah
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

11મી જૂને દીવમાં કેન્‍દ્રીય ગૃહ મંત્રી અમિત શાહના અધ્‍યક્ષ પદે મળનારી વેર્સ્‍ટન ઝોનલ કાઉન્‍સિલની બેઠક

વેર્સ્‍ટન ઝોનલ કાઉન્‍સિલની બેઠકમાં મહારાષ્‍ટ્રના મુખ્‍યમંત્રી ઉદ્વવ ઠાકરે, ગુજરાતના મુખ્‍યમંત્રી ભૂપેન્‍દ્ર પટેલ, ગોવાના મુખ્‍યમંત્રી ડો. પ્રમોદ સાવંત તથા અન્‍ય વરિષ્‍ઠ મંત્રીઓની પણ રહેનારી સંભવિત ઉપસ્‍થિતિ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) દીવ, તા.17
વેર્સ્‍ટન ઝોનલ કાઉન્‍સિલની 26મી બેઠક અગામી 11મી જૂનના રોજ કેન્‍દ્ર શાસિત પ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવના દીવ ખાતે કેન્‍દ્રીય ગૃહ મંત્રી શ્રી અમિત શાહના અધ્‍યક્ષ સ્‍થાને યોજાનાર હોવાની માહિતી મળી રહી છે. જો કે આ બાબતે કોઈ સત્તાવાર માહિતી ભારત સરકાર કે સ્‍થાનિક પ્રશાસન દ્વારા જારી કરવામાં નથી આવી.
આજે સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલ પોતાના વ્‍યસ્‍ત સમય વચ્‍ચે દીવની ઝડપભેર ટૂંકી મુલાકાત લઈ સમગ્ર પરિસ્‍થિતિ અને તૈયારીનું નિરીક્ષણ કર્યુ હતું. સંઘપ્રદેશ પ્રશાસનના સચિવ સ્‍તરના તમામ વરિષ્‍ઠ અધિકારીઓ હાલમાં દીવ ખાતે તૈનાત છે અને વેર્સ્‍ટન ઝોનલની ર6મી બેઠકને સફળ બનાવવા માટે પોતાની તડામાર તૈયારીઓ કરી રહ્યા છે.
11મી જૂનના રોજ દીવખાતે કેન્‍દ્રીય ગૃહ મંત્રી શ્રી અમિત શાહ ઉપરાંત ગૃહ મંત્રાલયના વરિષ્‍ઠ અધિકારીઓ, મહારાષ્‍ટ્રના મુખ્‍યમંત્રી, ગૃહ મંત્રી, ગોવાના મુખ્‍યમંત્રી, ગૃહ મંત્રી, ગુજરાત રાજ્‍યના મુખ્‍યમંત્રી તથા અન્‍ય મંત્રીઓ તેમજ કેન્‍દ્ર શાસિત પ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવના પ્રશાસક તથા વરિષ્‍ઠ અધિકારીઓ ઉપસ્‍થિત રહેશે.
સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવ 26મી વેસ્‍ટર્ન ઝોનલ કાઉન્‍સિલ મીટિંગના યજમાન પદે હોવાથી પ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલ સમગ્ર બેઠકનું સંકલન કરશે.
જાન્‍યુઆરી ર0ર0માં મહારાષ્‍ટ્ર ખાતે યોજાયેલી રપમી વેસ્‍ટર્ન ઝોનલ કાઉન્‍સિલની બેઠક યોજાઈ હતી.

Related posts

નરોલીમાં એક આદિવાસી યુવકની હત્‍યાથી ચકચાર

vartmanpravah

એલ એન્‍ડ ટી કંપનીમાં વાડ જ ચીભડા ગળે તેવી સ્‍થિતિ: પોતે જ ગાડી ચોરી અન્‍ય ડ્રાઇવરને ગાડી ચોરાઈ હોવાની જાણ કરતો ડ્રાઈવર

vartmanpravah

સેલવાસ ઝંડાચોક શાળાના વિદ્યાર્થીઓએ પોલીસ સ્‍ટેશનની લીધેલી મુલાકાત

vartmanpravah

ચીખલી મામલતદાર કચેરીની બેદરકારીઃ વરસાદ વરસ્‍યો છતાં નોંધવામાં જ ન આવ્‍યો

vartmanpravah

અતિવૃષ્‍ટિના કારણે વલસાડ તાલુકાની શાળા, કોલેજો બંધ રહી

vartmanpravah

દાદરાથી યુવાન ગુમ થયો હોવા અંગે સેલવાસ પોલીસ સ્‍ટેશનમાં નોંધાયેલી ફરિયાદ

vartmanpravah

Leave a Comment