October 14, 2025
Vartman Pravah
Breaking Newsવલસાડ

વાપી-વલસાડમાં સી.સી.ટી.વી. કમાન્‍ડ કન્‍ટ્રોલ ટીમે રીક્ષામાં રહી ગયેલ લેપટોપ અને રસ્‍તામાં પડેલ પાકીટ મેળવી આપ્‍યું

જિલ્લા પોલીસ દ્વારા કાર્યરત કરાયેલ ‘નેત્રમ’ કમાન્‍ડ કન્‍ટ્રોલ આઈ.સી.એમ.એમ. સોફટવેરની સેવા મૂલ્‍યવાન સાબિત થઈ રહી છે

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.10
વલસાડ જિલ્લા પોલીસ દ્વારા મહત્‍વના શહેરી વિસ્‍તારોમાં ‘નેત્રમ’ સી.સી.ટી.વી. કમાન્‍ડ સેવા કાર્યરત કરવામાં આવી છે. આ સેવા મૂલ્‍યવાન સાબિત થઈ રહી છે. હાલમાં જ વાપી, ચલા અને વલસાડમાં બે વ્‍યક્‍તિઓના લેપટોપ અને પાકીટ જે ગુમ થયેલ તે તેત્ર કમાન્‍ડ કન્‍ટ્રોલ ટીમે શોધી આપી તેમને પરત મેળવી આપ્‍યા હતા.
જિલ્લા પોલીસ દ્વારા શહેરી વિસ્‍તારમાં મુખ્‍ય રોડો ઉપર આધુનિક સી.સી.ટી.વી. કેમેરા સિસ્‍ટમ કાર્યરત કરી છે. તે સીધી કન્‍ટ્રોલ રૂમ સાથે સંકળાયેલ છે. તેથી જાહેર રોડ ઉપર કોઈ ઘટના ઘટે તો સી.સી.ટી.વી. કેમેરામાં કેદ થઈ જતી હોય છે. તે મુજબ વાપી ચલામાં ડાભેલ ચેકપોસ્‍ટ પાસે એક ઈસમ રીક્ષામાં લેપટોપ ભૂલી ગયો હતો. જે પોલીસ વિભાગના શ્રી જીતુભાઈ રમેશભાઈએ રીક્ષાવાળાને ફુટેજ આધારે શોધી લેપટોપ પરત મેળવી આપેલ તેવી બીજી ઘટના વલસાડમાં બની હતી. ચાલુ વાહને પાકીટ પડી ગયેલ જે અન્‍ય વાહન ચાલકે ઉપાડી લીધેલ. આમાં પણઆઈ.સી.એમ.એસ. સોફટવેર આધારે જે વ્‍યક્‍તિનું પાકીટ પડી ગયેલું તે પોલીસે શોધી આપ્‍યું હતું. આમ નાગરિકો માટે ‘નેત્રમ’ કમાન્‍ડ કન્‍ટ્રોલ સેવા આશીર્વાદરૂપ પુરવાર થઈ રહી છે.

Related posts

વલસાડ જિલ્લામાં આદર્શ આચારસંહિતાના અમલ સાથે 1763 પ્રચારાત્‍મક સામગ્રીઓ દૂર કરાઈ

vartmanpravah

દિવ્‍યાંગ વ્‍યક્‍તિઓના કલ્‍યાણ અંગેના પારિતોષિક મેળવવા માટે અરજીઓ મંગાવાઇ

vartmanpravah

વાપી કોળીવાડ ભંગારના ગોડાઉનમાંથી બી.એસ.એન.એલ. ટાવરની બેટરીઓ ઝડપાઈ

vartmanpravah

વ્‍યારા સરકારી હોસ્‍પિટલના ખાનગીકરણ મામલે ચિખલી, ધરમપુર, વાંસદાના હજારો આદિવાસીઓએ રેલી કાઢી

vartmanpravah

નવસારી ખાતે જેસીઆઈનો પ૮મો એવોર્ડ સમારંભ યોજાયોઃ નવા પ્રમુખની વરણી કરાઈ

vartmanpravah

દીવ શ્રેયાંગી ક્રિકેટ ક્‍લબ દ્વારા વણાંકબારા બસ સ્‍ટેશન ક્રિકેટ ગ્રાઉન્‍ડમાં ક્રિકેટ ટુર્નામેન્‍ટનું કરાયેલું આયોજન

vartmanpravah

Leave a Comment