July 16, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

‘જય ભવાની ભાજપ જવાની’ના બુલંદ જયઘોષ સાથે કોંગ્રેસના ઉમેદવાર અનંતભાઈ પટેલનો વિજય વિશ્વાસ

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.16: વલસાડ જિલ્લાની લોકસભાની ચૂંટણી પ્રચાર સાથે ભાજપ-કોંગ્રેસની રેલીઓ, ડોર ટુ ડોર ચૂંટણી પ્રચારની રાજકારણી મોસમ જિલ્લામાં પુરબહારમાં ખીલી ઉઠી છે. તે મધ્‍યે આજે મંગળવારે વલસાડ-ડાંગ લોકસભા બેઠક કોંગ્રેસના ઉમેદવાર શ્રી અનંતભાઈ પટેલે પોતાનું ઉમેદવારી પત્ર કલેક્‍ટર કચેરી વલસાડમાં ભર્યું હતું.
જય ભવાની ભાજપ જવાનીના બુલંદ જય ઘોષ સાથે વલસાડ શહેરમાં અનંત પટેલના સેંકડો સમર્થકો સાથે રેલી કાઢી હતી. બેન્‍ડવાજા અને આદિવાસી નૃત્‍યની ઝાંખી સાથે નિકળેલી રેલી કલેક્‍ટર કચેરી વલસાડ પહોંચી હતી. રેલીમાં વલસાડ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ દિનેશભાઈ પટેલ, આગેવાનો, પક્ષના હોદ્દેદારો જોડાયા હતા. વલસાડ લોકસભાની બેઠક માટે કોંગ્રેસ- ભાજપ વચ્‍ચે સીધો મરણીયો જંગ છે. તેમજ પ્રતિષ્‍ઠાની બેઠક બની ચૂકી છે. ગામેગામ ભાજપ-કોંગ્રેસના ઉમેદવારો રેલીઓ ડોર ટુ ડોર પ્રચાર અને સભાઓ યોજી રહ્યા છે. કારણ એટલું જ છે કે આ બેઠક ઉપર જે પક્ષનો ઉમેદવાર જીતે તેની કેન્‍દ્રમાં સરકાર બને તેથી બંને પક્ષો ચૂંટણી જીતવા માટે એડીચોટીનુંજોર લગાવી રહ્યા છે. 7મી મેના રોજ મતદાનના દિવસે મતદારો મતદાન કરી પોતાનો ફેંસલો ઈવીએમમાં કેદ કરશે. જેનો ચુકાદો 4 જૂનના રોજ આવી જશે.

Related posts

આદિવાસી ગૌરવ દિવસઃ નાનાપોંઢામાં બિરસા મુંડાની 1પ0મી જન્‍મજયંતિની ભવ્‍ય ઉજવણી કરાઈ

vartmanpravah

વલસાડ હાઈવે ઉપર આઈસર ટેમ્‍પોનો અકસ્‍માત સર્જાયો

vartmanpravah

આજે દમણમાં રોજગાર મેળાનું આયોજનઃ સ્‍ટાફ સિલેક્‍શન બોર્ડ દ્વારા ભરતી પ્રક્રિયામાં સફળ ઉમેદવારોને એનાયત કરાશે એપોઈન્‍ટમેન્‍ટ લેટર

vartmanpravah

વાપી નગરપાલિકા દ્વારા રવિવારે વી.આઈ.એ. હોલમાં ‘‘નેહલે પે દેહલા” એકાંકી નાટકની નિઃશુલ્‍ક પ્રસ્‍તુતિ

vartmanpravah

વલસાડ જિલ્લામાં ચૂંટણી મતદાનમાં 16112 મતો ઈવીએમમાં નોટામાં પડયા

vartmanpravah

ધરમપુર બોપી પંચાયતના સરપંચ પતિ આવાસ યોજના હપ્તામાં કટકી માંગતા ગ્રામજનોની ફરિયાદ

vartmanpravah

Leave a Comment