(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
દમણ, તા.15: આગામી સોમવારતા.22મી એપ્રિલના રોજ નાની દમણના ભીમપોરના મશહૂર લીમડી માતા મંદિરના 15મા પાટોત્સવની ભવ્ય ઉજવણીના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હોવાની જાણકારી જય લીમડી માતા મંડળ દ્વારા આપવામાં આવી છે.
22મી એપ્રિલના રોજ લીમડી માતા મંદિરના પાટોત્સવ નિમિત્તે પૂજા, આરતી અને મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે. પાટોત્સવના દિવસે સવારે 9:00 થી 12:00 કલાકે ધ્વજારોહણ અને માતાજીના હવનનું આયોજન કરવામાં આવ્યું છે. બપોરે 12:00 કલાકે માતાજીની આરતી અને બપોરે 12:30 થી 2:30 કલાક દરમિયાન મહાપ્રસાદનું આયોજન હોવાની જાણકારી જય લીમડી માતા મંડળના પ્રમુખ શ્રી શાંતુભાઈ એચ. પટેલ તથા કમિટી સભ્યોએ આપી છે.