January 16, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ઉમરગામ મામલતદાર એસીબીના છટકામાં આબાદ ઝડપાયા

જમીન વારસાઈની તકરારી મેટરમાં અરજદાર પક્ષે હુકમ કરાવવા માંગેલી પાંચ લાખની રકમ સ્‍વીકારતા ભેરવાયા

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સરીગામ, તા.23: ઉમરગામ મામલતદાર અમિત ઝડફિયાને આજરોજ રૂા. પાંચ લાખની લાંચ સ્‍વીકારતા સુરત ગ્રામ્‍ય વિસ્‍તાર એસીબીના અધિકારીઓએ રંગે હાથ ઝડપી પાડતા સરકારી કર્મચારીઓમાં ફફડાટ ફેલાય જવા પામ્‍યો છે. જમીન વારસાઈની ચાલી રહેલી તકરારી મેટરમાં અરજદાર તરફી હુકમ કરવા રૂા. પાંચ લાખની રકમની માંગણી કરી હતી. જે રકમ અરજદાર ચુકવવા માંગતા ન હોય સુરત ગ્રામ્‍ય વિસ્‍તાર એસીબીને ફરિયાદ કરી હતી. ફરિયાદના આધારે એસીબીની ટીમે ઉમરગામ મામલતદાર કચેરી ખાતે છટકુ ગોઠવ્‍યું હતુંઅને મામલતદારે કરેલી માંગણી મુજબ રૂા. પાંચ લાખની રકમ આપવામાં આવી હતી જે રકમ સ્‍વીકારતા રંગે હાથ ઝડપા ગયા હતા. આ ઘટનામાં એસીબીની ટીમે આગળની તપાસ હાથ ધરી છે.

Related posts

પારડી દમણીઝાપા સ્‍થિત એકલિંગી મહાદેવ મંદિરમાં શિવલિંગને અનોખો શણગાર

vartmanpravah

પારડી નગરપાલિકા તરફથી સફાઈ કર્મીઓને સ્‍વેટરનું વિતરણ

vartmanpravah

આર. કે.દેસાઈ ગ્રુપ ઓફ કોલેજીસ વાપીમાં ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણનજીના જન્મદિવસ નિમિત્તે ‘શિક્ષક દિવસ’ની ઉજવણી કરવામાં આવી

vartmanpravah

કોંગ્રેસના ઉમેદવારે બનાવ્‍યો ત્રિકોણીય જંગઃ મહેશ ધોડીના મળેલા જાહેર સમર્થનને કારણે ભાજપ-શિવસેનામાં બેચેની

vartmanpravah

દમણ અને દાદરા નગર હવેલીમાં ગાજવીજ સાથે વરસાદઃ ખેડૂતોમાં ચિંતાનો માહોલ

vartmanpravah

વલસાડ જિલ્લામાં કોરોનાનો વિસ્‍ફોટ, એક જ દિવસમાં71 પોઝિટિવ કેસ નોંધાયાઃ પાણી પુરવઠા મંત્રી જીતુભાઈ ચૌધરી સંક્રમિત: એક સાથે અધધ.. કેસ વધી જતાં તંત્રની ઊંઘ હરામ

vartmanpravah

Leave a Comment