October 14, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

એલ એન્‍ડ ટી કંપનીમાં વાડ જ ચીભડા ગળે તેવી સ્‍થિતિ: પોતે જ ગાડી ચોરી અન્‍ય ડ્રાઇવરને ગાડી ચોરાઈ હોવાની જાણ કરતો ડ્રાઈવર

પારડી પી.આઈ., એસઓજી અને એલસીબીનુંસંયુક્‍ત ઓપરેશન રંગ લાવ્‍યું, ફરિયાદ નોંધાતાની સાથે જ ગાડી ચોરનાર ઝબ્બે

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
પારડી, તા.19: દેશની અગ્રગણ્‍ય એલ એન્‍ડ ટી કંપની દ્વારા બુલેટ ટ્રેન પ્રોજેક્‍ટનું કામકાજ પારડી તાલુકા ખાતે ચાલી રહ્યું છે. ખૂબ મોટા પાયે ચાલી રહેલ કામકાજને લઈ અહીંથી ત્‍યાં વ્‍યક્‍તિઓ તથા માલ-સામાન એક જગ્‍યાએથી બીજી જગ્‍યાએ પહોંચાડવા માટે એલ એન્‍ડ ટી કંપનીએ બોલેરો કેમ્‍પર ટેમ્‍પોનો કોન્‍ટ્રાક્‍ટ હીરાલાલ ચૌધરી નામના વ્‍યક્‍તિને આપ્‍યો હોય હીરાલાલ ચૌધરીએ ડ્રાઈવરોને નોકરીએ રાખી પોતાની માલિકીની ગાડીઓ એલ એન્‍ડ ટી કંપનીમાં કોન્‍ટ્રાક્‍ટ પર ફેરવતા આવેલા છે.
તારીખ 17.4.2024 ના રોજ રાત્રે એવા જ એક બોલેરો કેમ્‍પર ટેમ્‍પો નંબર આરજે.46. જીએ.5346 કિમત રૂપિયા 3 લાખના ચાલક સુનીલ ઓમપ્રકાશ ઘાયલ નામના ડ્રાઈવરે બીજો ટેમ્‍પો ચલાવતા ડ્રાઇવર સુનિલ કેસરદેવ બૂરડકને બાલદા ખાતેથી હું બાથરૂમ જઈ પાછો આવું એ અરસામાં પાર્કિંગમાં રાખેલ મારી ગાડી ચોરાઈ ગઈ હોવાની જાણ કરતા ડુંગરી સાઈટથી ડ્રાઇવર સુનિલ તાત્‍કાલિક પારડી બાલદા ખાતે આવી તપાસ દરમિયાન ટેમ્‍પો અને ફોન કરનાર ટેમ્‍પો ડ્રાઈવર બંને નજરે ન આવતા અને ડ્રાઈવરનો મોબાઈલ પણ બંધ આવતા તેણે આ અંગેની જાણ ટેમ્‍પો માલિકશેઠ હીરાલાલને કરવામાં આવતા તેઓએ આ અંગેની ફરિયાદ પારડી પોલીસ સ્‍ટેશન ખાતે નોંધાવી હતી.
પારડી પોલીસ સ્‍ટેશનના પી.આઈ. જી.આર.ગઢવી, એસ.ઓ.જી.ના જયદીપસિંહ સોલંકી અને એલસીબીના બી.એચ. રાઠોડએ બનાવને ગંભીરતાથી લઈ તાત્‍કાલિક તપાસ શરૂ કરી દેતા આ ટેમ્‍પાનું ફાસ્‍ટ ટેગ ચાલુ હોય અને ટેમ્‍પાએ પસાર કરેલ ટોલનાકા પર આ ટેમ્‍પાના પૈસા ફાસ્‍ટ ટેગ દ્વારા કપાતા હોય આ ટેમ્‍પાને ખેડા જિલ્લાના રંઘવાણજ ટોલ બુથ પાસેથી ત્‍યાંની ટ્રાફિક શાખા દ્વારા ઝડપી લેવાયો હતો.
એક તરફ અહીં ટેમ્‍પો માલિક ફરિયાદ નોંધાવી પારડી પોલીસ સ્‍ટેશનના બહાર નીકળે એ પહેલા પારડી પોલીસે ટેમ્‍પો સાથે આરોપીની ધરપકડ કરી પારડી પોલીસ સ્‍ટેશન લાવવામાં આવ્‍યો હતો પરંતુ સૌની આヘર્ય વચ્‍ચે આ ટેમ્‍પો ચોરનાર બીજો કોઈ નહીં પરંતુ આ ટેમ્‍પો ચલાવનાર ડ્રાઇવર જ ચોર નીકળતા સૌ ચોંકી ઉઠ્‍યા હતા અને વાડજ ચીભડા ગળે એવી સ્‍થિતિ સર્જાઈ હતી.
સાથે સાથે અહીં એક વાત નોંધનીય છે કે, પારડી પોલીસ સ્‍ટેશનના પી. આઈ. જી.આર. ગઠવી, એસઓજીના જયદીપસિંહ સોલંકી, એલસીબીના બી.એચ. રાઠોડ તમામની સૂઝબુઝ અને ફરજ પરની કામ કરવાની નિષ્ઠાને લઈ ગણતરીના કલાકોમાં જ આ કેસનો ઉકેલ આવી જતા તમામ કાબિલે તારીફછે.

Related posts

નુમા ઈન્ડિયા દમણની યોગા ટીમના પાંચ ખેલાડીઓ નેશનલ યોગા ઓલમ્પિયાડમાં ભાગ લેશે

vartmanpravah

દીવ જિલ્લાની આંગણવાડીઓમાં હવેથી લાભાર્થીઓને બાલશક્‍તિ તેમજ માતૃશક્‍તિ મિશ્રણ આપવામાં આવશે

vartmanpravah

દમણ રાજ્‍ય કાનૂની સેવા પ્રાધિકરણ દ્વારા આપવામાં આવતી મફત કાનૂની સેવાઓ બાબતે થઈ રહેલોપ્રચાર

vartmanpravah

રાષ્ટ્રીય સફાઇ કામદાર આયોગના સદસ્ય અંજના પવારે અમદાવાદની મુલાકાત લીધી: સફાઇ કામદાર આયોગ અને વિવિધ યુનિયન સંગઠનો સાથે સમીક્ષા બેઠક યોજી

vartmanpravah

દમણમાં પડેલા પહેલાં વરસાદથી સર્જાયેલી ઠંડકઃ વાવણીલાયક વરસાદ માટે ખેડૂતોને હજુ રાહ જોવી પડશે

vartmanpravah

કપરાડા માલનપાડા હાઈવે ઉપરથી ટ્રકમાં ચોરેલ ડિઝલના 840 લીટર જથ્‍થો ભરેલ 24 કારબા ઝડપાયા

vartmanpravah

Leave a Comment