April 25, 2024
Vartman Pravah
Breaking Newsગુજરાતદમણદીવદેશસેલવાસ

દાનહ જિ.પં.ના પૂર્વ પ્રમુખ અને આજીવન કોંગ્રેસી રહેલા આદિવાસીનેતા કેશુભાઈ પટેલનું આકસ્‍મિક નિધન

  • દાદરા નગર હવેલીના આદિવાસી સમુદાયને નહીં પુરાય તેવી કાયમી પડેલી ખોટ

  • કેશુભાઈ પટેલ મળતાવડા અને સિદ્ધાંતવાદી હતા, તેઓ નેતાઓ દ્વારા કરાતા દલ-બદલના સખત વિરોધી હતા અને માનતા હતા કે પક્ષ સાથેની વફાદારી બદલવાથી પ્રદેશને મોટું નુકસાન સહન કરવું પડે છે

  • 2019ની ચૂંટણીમાં પણ કેશુભાઈ પટેલ પોતાના કોંગ્રેસ પક્ષની સાથે જ રહ્યા હતા

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.24
દાદરા નગર હવેલી જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ અને દાદરા નગર હવેલી પ્રદેશ કોંગ્રેસના પૂર્વ કાર્યકારી અધ્‍યક્ષ શ્રી કેશુભાઈ પટેલે આજે પોતાના મકાનની અગાસી ઉપર ગળે ફાંસો ખાઈ આત્‍મહત્‍યા કરતા સમગ્ર પંથકમાં અરેરાટી ફેલાઈ જવા પામી છે. તેઓ કેન્‍સરની બિમારીથી પીડાઈ રહ્યા હોવાથી છેવટે કંટાળીને તેમણે પોતાના આત્‍મવિલોપનનો નિર્ણય લીધો હોવાનું જાણવા મળે છે.
દાદરા નગર હવેલી જિલ્લા પંચાયતના પ્રમુખ, ઉપ પ્રમુખ, શિક્ષણ સમિતિના ચેરમેન સહિતના અનેક પદો સંભાળ્‍યા હતા. તેઓએ આદિવાસી વિકાસ સંગઠનના મહામંત્રી પદ ઉપરાંત એસ.એસ.આર. મેમોરિયલ ટ્રસ્‍ટના ટ્રસ્‍ટી તરીકે પણ ફરજ બજાવી હતી.
શ્રી કેશુભાઈ પટેલનો સ્‍વભાવ મળતાવડો અને સિધ્‍ધાંતવાદી હતો. તેઓ પોતાના મૃત્‍યુપર્યંતકોંગ્રેસ પક્ષને વળગી રહ્યા હતા. કોંગ્રેસ સાથે તેઓ વફાદારીપૂર્વક રહ્યા હતા.
શ્રી કેશુભાઈ પટેલે સ્‍વ. સાંસદ મોહનભાઈ ડેલકર દ્વારા મગફળીના છોતરાંની જેમ રાજકીય પક્ષોને ફેંકી દેવાની અપનાવેલી નીતિનો પણ વિરોધ કર્યો હતો અને તે વખતે જણાવ્‍યું પણ હતું કે, આ પ્રકારની દલ-બદલની નીતિથી પ્રદેશ અને પોતાને પણ ભવિષ્‍યમાં નુકસાન થશે.
શ્રી કેશુભાઈ પટેલે કોંગ્રેસ સાથે રહેવાનું પસંદ કર્યું હતું અને સ્‍વ. સાંસદ મોહનભાઈ ડેલકરનો સાથ પણ છોડી દીધો હતો.
સ્‍વ. કેશુભાઈ પટેલના નિધનથી દાદરા નગર હવેલીના આદિવાસી સમાજને અક્ષમ્‍ય ખોટ પડી છે.

Related posts

નાણામંત્રી કનુભાઈ દેસાઈએ વાપીની ફેલોશીપ મિશન સ્કૂલના અલંકરણ સમારોહમાં હાજરી આપી

vartmanpravah

સેલવાસ ભાજપાયુમોના અધ્‍યક્ષ વિશ્વરાજસિંહ દોડિયાએ થ્રીડીમાં હાયર એજ્‍યુકેશનની ઓર વધુ કોલેજો શરૂકરવા કરેલી રજૂઆત

vartmanpravah

વાપીમાં હિન્‍દુ પ્રીમિયર લીગ દ્વારા કબડ્ડી ટૂર્નામેન્‍ટ યોજાઈ

vartmanpravah

ભીલાડ-સંજાણમાં સામાન્ય વહીવટ વિભાગના સચિવ રાકેશ શંકરની ઉપસ્થિતિમાં પ્રવેશોત્સવ ઉજવાયો

vartmanpravah

દમણ જિલ્લા પંચાયતના શિક્ષણ વિભાગ દ્વારા આયોજીત મોટી દમણ કોમ્‍પલેક્ષનો પ્રાથમિક-ઉચ્‍ચ પ્રાથમિક શાળા રમતોત્‍સવ નાયલા પારડી મેદાન, પરિયારી ખાતેયોજાયો

vartmanpravah

દીવ ખાતે 154 મી ગાંધી જયંતિ તથા લાલબહાદુર શાસ્ત્રીની જન્‍મ જયંતીની ઉજવણી કરવામાં આવી

vartmanpravah

Leave a Comment