October 14, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપી ચલામાં કામલી સમાજ મેમોરિયલ ક્રિકેટ ટુર્નામેન્‍ટ યોજાઈ : ચલા ડુંગરી ફળીયા ટીમ ફાઈનલ વિજેતા

દમણથી ઉમરગામ સુધીની 28 ટીમો ટુર્નામેન્‍ટમાં જોડાઈ હતી : ફાઈનલ વિજેતા ટીમને 95 અને રનર્સ ટીમને 65 હજારનો રોકડ પુરસ્‍કાર એનાયત

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.21: કામલી સમાજમેમોરિયલ ક્રિકેટ ટુર્નામેન્‍ટનું આયોજન ચલા પટેલ ફળીયા મેદાનમાં કરવામાં આવ્‍યું હતું. જેમાં દમણથી લઈ ઉમરગામ સુધીની 28 ટીમોએ ભાગ લીધો હતો. વિજેતા અને રનર્સ ટીમને રોકડ પુરસ્‍કાર સહિત ટ્રોફી એનાયત કરવામાં આવી હતી.
કામલી સમાજની ક્રિકેટ ટુર્નામેન્‍ટ હિતેશ કિશોરભાઈ પટેલ અને અવિનાશ કિશનભાઈ પટેલના સ્‍મરણાર્થે આયોજન કરવામાં આવ્‍યું હતું. ચલા પટેલ ફળિયામાં આયોજીત થયેલી આ ટુર્નામેન્‍ટ દમણથી ઉમરગામ સુધીની કુલ 28 ટીમો વચ્‍ચે રસાકસીનો જંગ જામ્‍યો હતો. અંતે ફાઈનલ મેચ ચલા ડુંગરી ફળીયા ઈલેવન અને કેવડી ફળીયા ઈલેવન વચ્‍ચે રમાઈ હતી. જેમાં ચલા ડુંગરી ફળીયા ટીમ ફાઈનલ વિજેતા બની હતી. સમાજના ઉપસ્‍થિત મહાનુભાવોએ ખેલાડીઓને પ્રોત્‍સાહન પુરુ પાડયું હતું. ફાઈનલ વિજેતા ટીમને 95 હજાર અને રનર્સઅપ ટીમને 65 હજારનો રોકડ પુરસ્‍કાર હિતેશભાઈની પૂત્રી કિયારાને હસ્‍તે અર્પણ કરવામાં આવ્‍યો હતો.

Related posts

આઇ.સી.ડી.એસ અને આરોગ્‍ય વિભાગના સંયુકત ઉપક્રમે સુશાસન દિવસની ઉજવણી કરાઇ

vartmanpravah

સંઘપ્રદેશમાં ટુરિઝમ વિભાગના રજીસ્‍ટ્રેશન/લાયસન્‍સ વગર ચાલતી હોટલો, હોમસ્‍ટે ઉપર તવાઈઃ નિર્ધારિત સમયમાં રિન્‍યુ કરવા તાકિદ

vartmanpravah

વાપી ફાટક પાંચ દિવસ બાદ શુક્રવારે કાર્યરત થતા વાહન ચાલકોએ હળવાશ અનુભવી

vartmanpravah

દાદરા નગર હવેલી અને દમણ-દીવમાં મોટા ચમરબંધીએ પણ કાયદાની મર્યાદામાં જ રહેવું પડે છે

vartmanpravah

વલસાડ સરોધી હાઈવે ઉપર એક્‍સલ તૂટી જતા કેશ અને ગોલ્‍ડ લઈ જતી સિક્‍યોરિટી વેન પલટી મારી ગઈ

vartmanpravah

વાપી કોચરવા ગામે તુલજા ભવાની માતાજી મંદિરનો જીર્ણોદ્ધાર ધાર્મિક કાર્યક્રમ બે દિવસ ઉજવાયો

vartmanpravah

Leave a Comment