October 14, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

દીવ વણાંકબારા ખાતે ભાજપના હોદ્દેદારો અને કાર્યકર્તાઓએ મહિલાઓ સાથે બેઠક યોજી ‘મોદી સરકાર’ને ફરી જીતાડવા કરેલું આહ્‌વાન

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દીવ, તા.19: કેન્‍દ્ર શાસિત પ્રદેશ દીવ ખાતે લોકસભાની ચૂંટણીને લઈને સતત બેઠકો અને પ્રચારનો દોર ચાલુ છે, ત્‍યારે આજે સાંજે પાંચ કલાકે વણાકબારા રાધિકા ફિશીંગ ખાતે ભવ્‍ય મહિલા મિટિંગનું આયોજન કરવામાં આવ્‍યું હતું. બેઠક દરમિયાન લોકસભાની ચૂંટણીને અનુલક્ષીને મહિલાઓને ત્રીજીવાર નરેન્‍દ્ર મોદીને પ્રધાનમંત્રી બનાવવા માટે આહવાન કર્યું હતું. આ પ્રસંગે ભારતીય જનતા પાર્ટીના ડો.હરેશ સોલંકી, પૂંજાભાઈ બામણીયા, રામજી પારસમણિ, ભીખાભાઈ વૈશ્‍ય, મોહનભાઈ લખમણ કમળાબેન બામણીયા વગેરેએ લોકસભા ચૂંટણીમાં બીજેપીનો બહુમતીથી વિજય થાય તે માટે મહિલાઓને જણાવ્‍યું હતું. સાથે બીજેપી સરકાર દ્વારા જે યોજનાઓ અમલમાં લાવવામાં આવી તેની પણ માહિતી અપાઈ સાથે બાકી રહેલ કામો પણ બીજેપીની સરકાર પૂર્ણ કરશે તેવું આશ્વાસન આપ્‍યું હતું. સમગ્ર બેઠકનું સંચાલન જીવનભાઈ દ્વારા કરવામાં આવ્‍યું હતું. આભારવિધિ નરસિંહભાઈ દ્વારા કરવામાં આવી હતી.

Related posts

સોમવારની મોડી રાત્રે અથાલ દમણગંગા નદીના પુલ પરથી યુંવાને ઝંપલાવ્‍યું: ફાયર ફાઈટરોએ નદીમાંથી બહાર કાઢી બચાવ્‍યો: યુવકની સ્‍થિતિ નાજૂક હોવાના કારણે આઈ.સી.યુ. વોર્ડમાં સારવાર હેઠળ

vartmanpravah

જીએનએલયુ સેલવાસ કેમ્‍પસ ખાતે ગુજરાત નેશનલ લૉ યુનિવર્સિટી દ્વારા ધોરણ 12ના વિદ્યાર્થીઓ માટે કોમન લૉ એડમિશન ટેસ્‍ટ માટે માર્ગદર્શન શિબિર યોજાઈ

vartmanpravah

વલસાડની મહિલા આઈ.ટી.આઈ.માં પ્રવેશ મેળવો

vartmanpravah

વલસાડ રેસર્સ ગૃપ દ્વારા કલર રન સાથે મેરેથોન યોજાઈ

vartmanpravah

દાનહના અથોલા ગામે નહેરમાં ન્‍હાવા પડેલ યુવાન તણાયો

vartmanpravah

વાપી સલવાવ બાપા સીતારામ આશ્રમમાં સર્વજ્ઞાતિ સમૂહ લગ્ન યોજાયા

vartmanpravah

Leave a Comment