October 14, 2025
Vartman Pravah
Breaking NewsOtherતંત્રી લેખદમણદીવદેશ

લોકસભાની દાનહ બેઠકની ચૂંટણી લગભગ માત્ર ઔપચારિકઃ દમણ-દીવ બેઠક માટે ચાલી રહેલો તેજ ગતિથી અંડરકરંટ

દાનહના ઊંડાણના આદિવાસીઓનું રૂખ કઈ તરફ ઢળે તેના ઉપર રહેશે વિજયની સરસાઈનો આધાર

દમણ-દીવ બેઠકના પ્રચાર યુદ્ધમાં ભાજપના લાલુભાઈ પટેલ સૌથી આગળઃ અપક્ષ ઉમેશભાઈ પટેલ સોશિયલ મીડિયા ઉપર મુસ્‍તાક જ્‍યારે કોંગ્રેસના કેતનભાઈ પટેલે અપનાવેલી વ્‍યુહાત્‍મક પ્રચારની નીતિ

લોકસભાની દાદરા નગર હવેલી અને દમણ-દીવ બેઠકની ચૂંટણી આગામી તા.7મી મેના રોજ નિર્ધારિત છે. ગઈકાલે ઉમેદવારી પત્રક પરત ખેંચાવાના અંતિમ દિવસ બાદ હવે લોકસભાની આ બંને બેઠકો ઉપર ચિત્ર પણ સ્‍પષ્‍ટ બન્‍યું છે.
લોકસભાની દાદરા નગર હવેલી બેઠકમાં ભાજપના શ્રીમતી કલાબેન ડેલકર સામે કોંગ્રેસના શ્રી અજીતભાઈ માહલા અને ભારત આદિવાસી પાર્ટીના શ્રી દિપકભાઈ કુરાડા વચ્‍ચે મુખ્‍ય મુકાબલો રહેશે એવું દેખાય છે. પરંતુ આ ચૂંટણી લગભગ ઔપચારિક જ બની રહેશે એવું આકલન પણ રાજકીય નિરીક્ષકો વ્‍યક્‍ત કરી રહ્યા છે. છતાંઊંડાણના આદિવાસી વિસ્‍તારનો અંડરકરંટ કોને દઝાડે અને કોને તારે તે હાલના તબક્કે અટકળનો વિષય છે.
લોકસભાની દમણ અને દીવ બેઠકમાં ભાજપના શ્રી લાલુભાઈ પટેલની સામે કોંગ્રેસના શ્રી કેતનભાઈ પટેલ અને અપક્ષ શ્રી ઉમેશભાઈ પટેલ વચ્‍ચે મુખ્‍ય જંગ રહેવાનો છે. હાલની તારીખે પ્રચાર યુદ્ધમાં ભાજપના શ્રી લાલુભાઈ પટેલ સૌથી વધુ આગળ છે. જ્‍યારે અપક્ષ શ્રી ઉમેશભાઈ પટેલ પોતાના સોશિયલ મીડિયા દ્વારા રજૂ કરાતી ક્‍લિપો ઉપર મુસ્‍તાક છે અને શ્રી કેતનભાઈ પટેલે વ્‍યુહાત્‍મક પ્રચારની નીતિ અપનાવેલી હોવાનું સમજાય છે.
અત્રે નોંધનીય છે કે, દમણ અને દીવની બેઠક માટે અંડરકરંટ ખુબ જ તીવ્ર ગતિથી ચાલી રહ્યો છે અને લોકો મૌન છે. દરેક ઉમેદવારોને આવકાર આપવામાં કોઈ કચાશ રાખતા નથી, પરંતુ પોતાનું મન પણ કળવા દેતા નથી. આ સંકેત તોફાન પહેલાની શાંતિ જેવો દેખાય છે. ત્‍યારે આવતા દશ દિવસમાં દમણ-દીવ બેઠકનું ઘડતર કેવું થાય તેના ઉપર ચૂંટણીના ગણિતનો આધાર રહેશે એવું માનવામાં આવી રહ્યું છે.

Related posts

આજે વડાપ્રધાન નરેન્‍દ્ર મોદીના જન્‍મ દિવસ ઉજવણી ઉપક્રમે વાપીમાં વિવિધ સેવા કાર્યો યોજાશે

vartmanpravah

સેલવાસમાં પાંચ ઇંચ અને ખાનવેલમાં દસ ઇંચથી વધુ વરસાદ

vartmanpravah

દાનહ સ્‍કાઉટ ગાઈડ ફેલોશીપ દ્વારા ગંભીરગઢ ઉપર 2252 ફૂટની ઊંચાઈ પર ઝંડો ફરકાવાયો

vartmanpravah

દુણેઠા પંચાયત સામે યુ.પી.ના એક ઈસમે ઝાડ સાથે ગળે ફાંસો લગાવી કરેલો આપઘાત

vartmanpravah

નેશનલ પ્રેસ ડે ની ઉજવણી નિમિત્તે વલસાડ જિલ્લા કલેકટર નૈમેષ દવેના અધ્‍યક્ષસ્‍થાને પ્રેસ સેમિનાર યોજાયો

vartmanpravah

પારડી તાલુકાના ટૂકવાડા-મોરાઈ ગામ ખાતે બની ગોઝારી ઘટના: કોલક નદીમાં ન્‍હાવા આવેલા વાપીના 6 સગીરો પૈકી પાંચને બચાવાયા, એકનું ડૂબી જવાથી મોત

vartmanpravah

Leave a Comment