દીવ જિલ્લા ભાજપ પ્રમુખ મોહનભાઈ લકમણ અને બી.એમ.માછીની પણ રહેલી ઉપસ્થિતિ
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
દીવ, તા.23 : આજે હનુમાન જયંતિના અવસરે લોકસભાની દમણ અને દીવ બેઠકના ભાજપના ઉમેદવાર શ્રી લાલુભાઈ પટેલે દીવ જિલ્લાના વિવિધ મંદિરોમાં દર્શન કરી પૂજા-અર્ચના કરી હતી. જેમાં મુખ્યત્વે મોટા હનુમાન મંદિર, માતા મંદિર પટેલવાડી, હનુમાન મંદિર વણાંકબારા, હનુમાન મંદિર નાગવા,બટુક હનુમાન મંદિર વગેરેનો સમાવેશ થતો હતો. આ સમગ્ર પૂજા-અર્ચના દરમિયાન દીવ જિલ્લા ભાજપના પ્રમુખ શ્રી મોહનભાઈ લકમણ અને લોકસભા ચૂંટણીના ઈન્ચાર્જ શ્રી બી.એમ.માછીની પણ ખાસ ઉપસ્થિતિ રહી હતી.