(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.08 : સંઘપ્રદેશ દાદરા નગર હવેલીમાં રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની વિરુદ્ધ સોશિયલ મીડિયા પર અપશબ્દ અને અભદ્ર ગંદી પોસ્ટ કરનાર ઈસમ તથા તેને લાઈક કરીને સમર્થન આપતા પ્રતિક્રિયા દર્શાવતા અસામાજિક તત્ત્વો સામે એફ.આઈ.આર. દાખલ કરવા અને કાયદાકીય પગલાં ભરવા દાનહ કોંગ્રેસે પોલીસ પ્રશાસન સમક્ષ માંગ કરી છે.
પ્રાપ્ત માહિતી પ્રમાણે રાષ્ટ્રપિતા મોહનદાસ કરમચંદ ગાંધી (મહાત્મા ગાંધીજી) વિરુદ્ધ સોશિયલ મિડિયાના ફેસબુક ઉપર ‘યુવા દલ સિલવાસા’ નામની આઈ.ડી.થી અસામાજીક તત્ત્વ એવા ‘કૈલાશ પટનાયક’ નામના વ્યક્તિ દ્વારા અભદ્ર ભાષામાં ટિપ્પણી કરતા લખ્યું છે ‘મોહનદાસ કરમચંદદાસ ગાંધી ચી આઇચા ભો….ષ….’ અને બીજી પોસ્ટ ‘ટકલા ઇંગ્લેન્ડમેં બેરિસ્ટર કી પઢૈ કરતે સમય પેલ કે સ્કોચ પિતા થા ઓર આજ ઉસકે નામ પે ડ્રાઈ ડે મનાયા જા રહા હે, ઓર ટાઈટ હોને કે બાદ વો મજે લેને કે લિયે ચેરિંગ ક્રોસ જાતા થા.’ આ પ્રકારની અભદ્ર ભાષામાં પોસ્ટ કરી છે અને આ અભદ્ર ભાષામાં સમર્થન અને પ્રતિક્રિયા આપનારા અન્ય ગ્રુપના 20થી વધુ સભ્યો વિરુદ્ધ પણ એફ.આઈ.આર. દાખલકરવામાં આવે.
હાલમાં સમગ્ર દેશમાં મહાત્મા ગાંધીજીના નામે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે જ્યારે બીજી તરફ વિરૂદ્ધ દાદરા નગર હવેલીમાં કેટલાક ટીખળખોર લોકો દ્વારા સમગ્ર વિશ્વને શાંતિનો સંદેશ આપનારા એવા મહાત્મા ગાંધીજી જેવા મહાન સપૂતોના વિરૂદ્ધમાં ફેસબુક જેવા સોશિયલ મીડિયાના માધ્યમથી અભદ્ર ભાષામાં પોસ્ટ કરી પ્રદેશનો માહોલ ખરાબ કરી રહ્યા છે. તેથી આવા તત્ત્વો સામે વહેલામાં વહેલી તકે એફ.આઈ.આર. દાખલ કરવામાં આવે અને સખત કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે એવી માંગ દાનહ કોંગ્રેસ દ્વારા કરવામાં આવી છે.