Vartman Pravah
Breaking NewsOtherડિસ્ટ્રીકટદમણદેશ

દમણઃ મરવડ ગ્રા.પં. ખાતે ‘વિકસિત ભારત સંકલ્‍પ યાત્રા’નું કરાયું શાનદાર સ્‍વાગત

સરપંચ શ્રીમતી પ્રીતિબેન હળપતિના નેતૃત્‍વમાં ગ્રામજનોએ ‘વિકસિત ભારત સંકલ્‍પ યાત્રા’નો લીધેલો લાભઃ મોદી સરકારની યોજનાઓથી ગ્રામજનો પ્રભાવિત

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.03 : કેન્‍દ્ર શાસિત પ્રદેશ દમણના મરવડ ગ્રામ પંચાયત ખાતે ‘વિકસિત ભારત સંકલ્‍પ યાત્રા’નું શાનદાર સ્‍વાગત કરવામાં આવ્‍યું હતું. મરવડ ગ્રાઉન્‍ડ ખાતે યોજાયેલ કાર્યક્રમમાં દમણ-દીવના સાંસદ શ્રી લાલુભાઈ પટેલ, જિલ્લા પંચાયતના મુખ્‍ય કાર્યકારી અધિકારી શ્રી આશિષ મોહન, જિલ્લા પંચાયતનાઅધ્‍યક્ષ શ્રીમતી જાગૃતિબેન પટેલ, નગરપાલિકાના પ્રમુખ શ્રી અસ્‍પી દમણિયા, મરવડ ગ્રામ પંચાયતના સરપંચ શ્રીમતી પ્રીતિબેન હળપતિ, તથા પ્રદેશ ભાજપ અધ્‍યક્ષ શ્રી દીપેશભાઈ ટંડેલ સહિત અનેક સભ્‍યો હાજર રહ્યા હતા.
કાર્યક્રમમાં મોદી સરકારની વિવિધ લોક કલ્‍યાણકારી યોજનાઓની માહિતી આપવામાં આવી હતી. બાલ ભવનના કલાકારોએ ‘ધરતી કરે પુકાર’ કાર્યક્રમની પ્રસ્‍તુતિ કરી હતી. મરવડ પંચાયત ઓડીએફ પ્‍લસ અને હર ઘર જળ યોજનામાં પ્રથમ હોવાથી સરપંચ શ્રીમતી પ્રીતિબેન હળપતિને પ્રમાણપત્ર આપી સન્‍માનિત કરાયા હતા. મરવડ પંચાયત વિસ્‍તારના બેસ્‍ટ આંગણવાડી કર્મચારી અને હરિફાઈમાં વિજેતા બનેલા વિદ્યાર્થીઓને ઈનામ આપી પુરસ્‍કાર કરાયા હતા. આ અવસરે ઉપસ્‍થિત તમામે વિકસિત ભારતના સંકલ્‍પ શપથ લીધા અને વૃક્ષારોપણ અને સ્‍વચ્‍છતા અભિયાન ચલાવાયું હતું.
પ્રધાનમંત્રીશ્રીની વિવિધ યોજનાઓના લાભાર્થીઓએ ‘મેરી કહાની, મેરી જુબાની’માં પોતાના અનુભવો પ્રસ્‍તુત કર્યા હતા. કાર્યક્રમમા વિવિધ યોજનાઓના સ્‍ટોલ લગાવવામાં આવ્‍યા હતા. જેમાં લાભાર્થીઓને લાભ અને જાણકારી આપવામાં આવી હતી. ‘વિકસિત ભારત સંકલ્‍પ યાત્રા’ મરવડના ભાઠી ફળિયા, પટેલ ફળિયા, દુકાન ફળિયા, પ્રકાશ ફળિયા, દલવાડા, દેવકા તાઈવાડ, ભંડારવાડ અને મરવડના અન્‍ય વિવિધ વિસ્‍તારોમાં ફરીને નુક્કડનાટક અને ફિલ્‍મ દ્વારા લોકોને માહિતી આપવામાં આવી હતી.

Related posts

76મા સ્‍વાતંત્ર્ય દિન નિમિત્તે દમણના સોમનાથ મહાદેવ મંદિરના શિવલીંગને તિરંગાની શોભાથી સજ્જ કરી આધ્‍યાત્‍મિકતાની સાથે જિ.પં.ના પૂર્વ અધ્‍યક્ષ હેમલતાબેન અને ઈશ્વરભાઈએ કરેલી ઉજવણી

vartmanpravah

રિક્ષાની સીએનજી ટેન્‍કમાં દારૂનો જથ્‍થો છુપાવી લઈ જતાં ખેપિયાની મોતીવાડાથી ધરપકડ

vartmanpravah

આરટીઓ કચેરીમાં તા.૧૯મી નવેમ્બરના રોજ મોટર-વાહન પબ્લીકને લગતી તમામ કામગીરી બંધ રહેશે

vartmanpravah

વાઈન શોપને પરમીશન મળી રહે એ માટે સેલવાસ-વાપી રોડ પર શિવજી મંદિરને હટાવી દેતા ધાર્મિક લાગણી દુભાતા દાનહ કલેક્‍ટરને રજૂઆત

vartmanpravah

વલસાડ જિલ્લાના 88 ગામોમાં 79.44 કરોડના રસ્‍તાઓનું પ્રધાનમંત્રીશ્રીના હસ્‍તે લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરાશે

vartmanpravah

કપરાડાથી 10 વર્ષ પહેલાં ચોરેલી બાઈક સાથે આરોપી વાપી ગુંજનથી ઝડપાયો

vartmanpravah

Leave a Comment