Vartman Pravah
તંત્રી લેખ

મોદી સરકારના કેબિનેટ વિસ્તરણમાં ૧૩૦ કરોડ ભારતીયોની આશા આકાંક્ષા અને વિશ્વાસનો પડઘો

ભારતના ઈતિહાસમાં પહેલી વખત પ્રધાન મંડળમાં ઍસ.સી., ઍસ.ટી., અો.બી.સી. અને મહિલાને યોગ્ય પ્રતિનિધિત્વ મળ્યું છે. પ્રધાનમંત્રી તરીકે શ્રી નરેન્દ્રભાઈ મોદીઍ મે, ૨૦૧૪માં અખત્યાર સંભાળ્યો ત્યારથી આજ સુધી તેમણે પોતાના રાજધર્મ નિભાવવા કોઈ કસર બાકી રાખી નથી.
ટચૂકડો કેન્દ્ર શાસિત પ્રદેશ દમણ-દીવ અને દાદરા નગર હવેલી હોય કે પ્રવાસનના વિકાસની ક્ષમતા ધરાવતું ઉપેક્ષિત લક્ષદ્વીપ હોય, દરેક વિસ્તાર, લોકો અને પ્રત્યેક વ્યક્તિનો વિકાસ થાય તેની ચિંતા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના વહીવટમાં જાવા મળે છે. આજે પ્રધાન મંડળના કરેલા વિસ્તરણમાં ૧૩૦ કરોડ કરતા વધુ ભારતીયોની આશા, આકાંક્ષા અને વિશ્વાસનો પડઘો પડ્યો છે.
કેન્દ્ર શાસિત પ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવનું જ દૃષ્ટાંત લઈઍ તો ૨૦૧૪ પહેલાં આ પ્રદેશની અોળખ શું હતી? જ્યારે આજે આ પ્રદેશમાં થયેલ પરિવર્તન આંખે ઉડીને વળગે છે. ઍક સંપૂર્ણ રાજ્યમાં જે સુવિધા, સેવા અને સાધનો હોય તે તમામ ઍક તાલુકા કરતા પણ નાના ગણાતા પ્રદેશ પાસે છે અને પ્રવાસનની અનેકગણી સંભાવનાઅો વિકસાવી છે. આ વિકાસ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીની અમીદૃષ્ટિ વગર સંભવ જ નહીં હતો.
આજે પ્રધાન મંડળના કરેલા વિસ્તરણમાં દેશના ઈતિહાસમાં પહેલી વખત કચડાયેલા દબાયેલા અને શોષિત વર્ગને યોગ્ય પ્રતિનિધિત્વ મળ્યું છે. આજે ગર્વથી કહી શકાય છે કે, મોદી સરકાર વંચિત પીડિત અોબીસીની સરકાર છે. મોદી સરકાર મહિલાઅોની સરકાર છે. મોદી સરકાર યુવાનોની સરકાર છે. મોદી સરકાર છેવાડેના લોકોની સરકાર છે.
અત્રે યાદ રહે કે, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીઍ દેશની આઝાદીના ૭૫ વર્ષમાં નવા ભારતના ઘડતરનો મજબૂત પાયો નાંખ્યો છે અને દેશના ૧૩૦ કરોડ ભારતીયોને લાગે છે કે, મોદી સરકાર અમારી સરકાર છે.

Related posts

દાનહ અને દમણ-દીવનું વિલીનીકરણ થવાથી વધુને વધુ વિકસીત બનવાની સાથે શિક્ષિત અને સુસંસ્‍કૃત પણ થઈ રહ્યુ છે

vartmanpravah

દેશના વડાપ્રધાન નરેન્‍દ્રભાઈ મોદીના જન્‍મ દિવસ નિમિત્તે આટિયાવાડના સરપંચ ઉર્વશીબેન પટેલે 6 કુપોષિત બાળકોને દત્તક લઈ કુપોષણમુક્‍ત કરવાનો કરેલો સંકલ્‍પ

vartmanpravah

પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદીની કૃપાદૃષ્‍ટિ અને તેમના વિશાળ અનુભવનો પ્રદેશને મળી રહેલો લાભ

vartmanpravah

ચાલો આપણે સાથે મળી નૂતન દાદરા નગર હવેલી અને દમણ-દીવનું નિર્માણ કરીઍ

vartmanpravah

…અને દાદરા નગર હવેલીના બહુમતિ આદિવાસીઓની બરબાદીનો આરંભ શરૂ થયો

vartmanpravah

સંઘપ્રદેશના પ્રશાસક તરીકે એસ.પી.અગ્રવાલના આગમન સાથે જ દમણ-દીવ અને દાનહના ઘણાં નેતાઓ, ઉદ્યોગપતિઓ અને દલાલોના દિવસો સુધરી ગયા હતા

vartmanpravah

Leave a Comment