-
ગ્રામજનો અને વેપારીઓને જીએસટીના ફાયદા અને તેની સરળ પ્રક્રિયા અંગે આપેલી વિસ્તૃત માહિતી
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) દમણ, તા.1ર
સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવ તથા લક્ષદ્વીપના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલના કુશળ નેતૃત્વ અને સક્ષમ માર્ગદર્શનમાં પ્રશાસનના વેટ અને જીએસટી વિભાગ, દમણના પ્રશાસકના સક્ષમ નેતળત્વ અને માર્ગદર્શન હેઠળ આજે કડૈયા ગ્રામ પંચાયતમાં જીએસટી નોંધણી અને જાગળતિ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ કેમ્પમાં જીએસટી અને વેટ વિભાગના અધિકારીઓએગ્રામજનો અને વેપારીઓને જીએસટીના ફાયદા અને તેની સરળ પ્રક્રિયા અંગે વિસ્તળત માહિતી આપી હતી. ઉલ્લેખનીય છે કે, 30 એપ્રિલ,2022 સુધીમાં દમણની તમામ પંચાયતોમાં આ પ્રકારના રજીસ્ટ્રેશન કેમ્પનું આયોજન કરવામાં આવશે. અભિયાનનો આ બીજો કેમ્પ હતો. આ કેમ્પમાં ગ્રામ પંચાયતના લોકોને જીએસટી રજીસ્ટ્રેશન અને તેને લગતા ફાયદાઓ વિશે વિસ્તળત માહિતી સરળતાથી આપવામાં આવી હતી.
નોંધનીય છે કે, ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ વિભાગ, દમણ દ્વારા પણ 25 થી 30 એપ્રિલ દરમિયાન જીએસટી નોંધણી સપ્તાહની ઉજવણી કરવામાં આવી રહી છે. આ દરમિયાન, વેપારીઓ અને ઉદ્યોગ સાહસિકો અને ડીલરોને જીએસટીના ફાયદા અને તેની સરળ પ્રક્રિયા વિશે જરૂરી માહિતી આપવામાં આવશે. આ સાથે તેમને જીએસટી રજીસ્ટ્રેશન કરાવવા માટે જરૂરી સહાય પણ આપવામાં આવશે. આ કેમ્પમાં જીએસટી અને વેટ વિભાગના અધિકારીઓ, ઉદ્યોગોના વેપારીઓ, ઉદ્યોગ સાહસિકો, ગ્રામીણ અને સ્થાનિક જનપ્રતિનિધિઓ અને વિભાગના અન્ય જીએસટી અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે ભીમપોર પંચાયતમાં 13.04.2022 ના રોજ નોંધણી શિબિરનું આયોજન કરવામાં આવશે.