October 14, 2025
Vartman Pravah
Other

રાજ્યો/સંઘપ્રદેશોને ૩૭.૪૩ કરોડથી વધુ રસીના ડોઝ પૂરા પાડવામાં આવ્યા

(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
નવી દિલ્હી, તા.૦૭
કેન્દ્ર સરકાર સમગ્ર દેશમાં કોવિડ-૧૯ની રસીકરણની પ્રક્રિયાને ઝડપી બનાવવા માટે અને તેની ઉપલબ્ધતા વધારવા માટે પ્રતિબદ્ધ છે. ૨૧ જૂન, ૨૦૨૧ના રોજ નવા રાષ્ટ્રવ્યાપી કોવિડ-૧૯ રસીકરણ કાર્યક્રમની શરૂઆત થઈ હતી. રસીકરણ અભિયાન અને રસીની ઉપલબ્ધતા સાથે, રાજ્યો તેમજ સંઘપ્રદેશોને રસીકરણ ઉપલબ્ધતાની અગ્રિમ જાણકારી આપીને ઝડપી કરવામાં આવી જેથી રસી અંગે રાજ્ય અને સંઘપ્રદેશો ઉત્તમ યોજના બનાવી શકે અને રસીની સપ્લાઈ ચેઈન સુવ્યવસ્થિત કરી શકાય.
દેશવ્યાપી રસીકરણ અભિયાનના ભાગ રૂપે, ભારત સરકાર રાજ્યો અને સંઘપ્રશોને વિના મૂલ્યે કોવિડ-૧૯ રસી આપીને સમર્થન આપી રહી છે. કોવિડ-૧૯ના રસીકરણ અભિયાનના સાર્વત્રિકરણના નવા તબક્કામાં, કેન્દ્ર સરકાર દેશમાં રસી ઉત્પાદકો દ્વારા ઉત્પાદિત ૭૫„ રસી રાજ્યો અને સંઘપ્રદેશોને (વિના મૂલ્યે) પહોંચાડશે અને સપ્લાય કરશે.
ભારત સરકારે બધા જ પ્રકારના સ્ત્રોતો દ્વારા રાજ્યો/સંઘપ્રદેશોને ૩૭.૪૩ કરોડ (૩૭,૪૩,૨૫,૫૬૦)થી વધુ રસી પૂરી પાડી છે અને બીજા ૪૮,૬૫,૧૧૦ડોઝ હજુ ઉપલબ્ધ છે. તેમાંથી, બગાડ સહિતનો કુલ વપરાશ ૩૫,૭૫,૯૮,૯૪૭ રસી (આજે સવારે ૮ વાગ્યા સુધી ઉપલબ્ધ માહિતી અનુસાર) થયો છે.

Related posts

26મી જાન્‍યુઆરી ‘પ્રજાસત્તાક પર્વ’એ નવી દિલ્‍હીના કર્તવ્‍ય પથ પર યોજાનાર પરેડ માટે કેન્‍દ્ર શાસિત પ્રદેશ દાનહ અને દમણ-દીવની NSSની બે વિદ્યાર્થીનીઓની થયેલી પસંદગી

vartmanpravah

દાનહની નમો મેડિકલ કોલેજમાં સરકારી નોકરીની લાલચ આપી ઠગાઈ કરનારની પોલીસે કરી ધરપકડ

vartmanpravah

દાનહ ભારત સ્‍કાઉટ ગાઈડ દ્વારા આયોજીત 5 દિવસીય સમર એડવેન્‍ચર કેમ્‍પનું મનાલી ખાતે સમાપન

vartmanpravah

નાની દમણના વાત્‍સલ્‍ય શૈશવ શાળાના પટાંગણમાં યોજાયેલ ડાયાબીટીસ જાગૃતતા શિબિર

vartmanpravah

દમણમાં ‘હિન્‍દી પખવાડિયા’નો સમાપન સમારોહ અને ઇનામ વિતરણ કાર્યક્રમ સંપન્ન

vartmanpravah

મધ્‍યપ્રદેશથી દીવ આવેલા વૃદ્ધ પર્યટકનું હૃદયરોગના હૂમલામાં મોત

vartmanpravah

Leave a Comment