October 14, 2025
Vartman Pravah
Breaking Newsતંત્રી લેખદમણદીવદેશસેલવાસ

કેન્‍દ્રશાસિત પ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવ પ્રશાસન દ્વારા આયોજીત મેરેથોન અને ટગ ઓફ વોરમાં વિજેતાઓને પુરસ્‍કાર અપાયા

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.17: આઝાદીના 75 વર્ષની ઉજવણીઅંતર્ગત વડાપ્રધાન શ્રી નરેન્‍દ્રભાઈ મોદી અને કેન્‍દ્રશાસિત પ્રદેશ દાદરા અને નગર હવેલી અને દમણ અને દીવ અને લક્ષદ્વિપના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલના અનુભવી માર્ગદર્શન હેયળ યુવાન બાબતો અને રમત-ગમત વિભાગ દ્વારા આયોજીત ટગ ઓફ વોરમાં લોકેઅ ઉત્‍સાહભેર ભાગ લીધો હતો. જેમાં દમણ અને દમણની બહારની ઘણી ટીમોએ પણ ભાગ લીધો હતો. આ સ્‍પર્ધામાં અસ્‍પી દમણિયાની અસ્‍પી ઈલેવન અને અને દમણ સ્‍પોર્ટ્‌સ વિભાગની ટીમ ઓપન મેન્‍સ કેટેગરીમાં ફાઈનલમાં પહોંચી હતી. ટગ ઓફ વોરમાં સ્‍પોર્ટ્‌સ વિભાગની ટીમ વિજેતા બની હતી અને અસ્‍પી ઈલેવન રનર્સઅપ હતી. દમણ જિલ્લા ભાજપ પ્રમુખ અને ડીએમસીના કાઉન્‍સિલર શ્રી અસ્‍પી દમણિયા દ્વારા ટ્રોફી આપી સન્‍માનિત કરવામાં આવી હતી. જ્‍યારે મહિલા વિભાગમાં દમણ સ્‍પોર્ટ્‌સ વિભાગની મહિલા ટીમ વિજેતા બની હતી. વિજેતા અને રનર્સઅપ ટીમોને શ્રી અસ્‍પી દમણિયા દ્વારા ટ્રોફી આપવામાં આવી હતી.

Related posts

વલસાડ જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા નાનાપોંઢા પ્રાથમિક સ્‍કૂલમાં પડતર માંગણી વિરુદ્ધ પ્રદર્શન કર્યું

vartmanpravah

પારડી હાઈવે બ્રિજ પર ટ્રકની બ્રેક ફેઈલ થઈ રેલિંગમાં અથડાતા મોટો અકસ્‍માત થતાં બચ્‍યો

vartmanpravah

સલવાવ ગુરુકુળમાં નાના બાળકોના સ્‍વાગત માટે ઓરીએનટેશન કાર્યક્રમ યોજાયો

vartmanpravah

દાનહના સામરવરણી ચાર રસ્‍તા નજીક અકસ્‍માતમાં દમણના એક યુવાનનું ઘટના સ્‍થળે જ મોત

vartmanpravah

વાપી લાયન્સ કલબ દ્વારા ચણોદ સ્કૂલમાં બાળકોને થતાં કેન્સર અંગે માર્ગદર્શન સેમિનાર યોજાયો

vartmanpravah

વલસાડ જિલ્લાની તમામ ચેકપોસ્‍ટ ઉપર ચૂંટણી ઉપલક્ષમાં પોલીસ દ્વારા સઘન વાહન ચેકિંગ કામગીરી

vartmanpravah

Leave a Comment