October 14, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

પ્રાકૃતિક ખેતીમાં મિશ્રપાક પદ્ધતિ ખેડૂતો માટે બની ફળદાયી: ધરમપુર તિસ્‍કરી તલાટના ખેડૂતે ડ્રેગન ફ્રુટની સાથે મરચાં અને ગલગોટાની ખેતી કરી મેળવ્‍યું વધુ ઉત્‍પાદન

યોજનાઓ ખેડૂતોને પ્રોત્‍સાહન આપી રહી છે, તેના કારણે ખેડૂતોને ખેતી કરવી વધુસરળ બની – ખેડૂત ચીમનભાઈ

મરચાંનું રૂ.1200થી રૂ. 1500 પ્રતિ મણ (20 કિલો)ના ભાવે બજારમાં વેચાણ: ડ્રેગન ફ્રુટના ખેતરની ફરતે મલેશિયન ડ્રાફટ નારિયેળી અને કાગદી લીંબુનું વાવેતર કર્યું

દેશી ગાયના નિભાવ માટે દર મહિને રૂ.900 મળતા ખેડૂતે રાજ્‍ય સરકારનો આભાર માન્‍યો

સંકલન – સલોની પટેલ
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
વલસાડ, તા.22: વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકાના તિસ્‍કરી તલાટ ગામના ખેડૂત ચીમનભાઈ છનાભાઈ ભોયા સંપૂર્ણ ગાય આધારિત પ્રાકૃતિક ખેતીની સાથે સાથે આધુનિક મિશ્રપાક પદ્ધતિ અપનાવી મર્યાદિત જમીનમાં ખેતપેદાશોનું વધુ ઉત્‍પાદન મેળવી રહ્યા છે. તેઓ વર્ષો પહેલાથી રાસાયણિક તત્‍વોનો ઉપયોગ છોડી પ્રાકળતિક ખેતીને અપનાવી ચૂકયા છે. હવે તેઓ પ્રાકળતિક ખેતીની સાથે સાથે આધુનિક મિશ્રપાક પદ્ધતિથી ખેતી કરી સારી આવક પણ મેળવી રહ્યા છે.
ચીમનભાઈ તેમની આંબાવાડીઓમાં આશરે 35 જાતની આંબા કલમો ધરાવે છે. જેમાં માત્ર ગાય આધારિત પ્રાકળતિક પદાર્થો જેવા કે જીવામૃત અને ઘન જીવામૃતના ઉપયોગ કરી પ્રાકળતિક અને સ્‍વાસ્‍થયદાયી કેરીનું ઉત્‍પાદન થાય છે. તેમણે તેમની મર્યાદિત ખુલ્લી જમીનમાં ડ્રેગન ફ્રુટની સંપૂર્ણ પ્રાકળતિક પદ્ધતિથી ખેતી કરવાની શરૂઆત કરી છે. ડ્રેગનફ્રુટની ખેતી કરવા માટે ગુજરાતસરકાર દ્વારા આ પાકની ખેતીને પ્રોત્‍સાહન મળે તે માટે બાગાયત વિભાગ દ્વારા આર્થિક સહાય પણ આપવામાં આવે છે. જે અંતર્ગત આ આદિવાસી ખેડૂતને પણ યોજનાકીય આર્થિક સહાય મળી છે જેથી તેઓને ડ્રેગન ફ્રુટના છોડની ખરીદી અને સિમેન્‍ટને થાંભલીઓની ખરીદી સરળ બની હતી. પરંતુ સૌથી મહત્‍વની વાત તેઓ દ્વારા અપનાવવામાં આવેલી મિશ્રપાક પદ્ધતિ છે. હાલમાં તેઓએ ડ્રેગન ફ્રુટની સાથે સાથે મરચાં અને ગલગોટાની સિઝનલ ખેતી કરી છે. જેમાં તેમણે મરચાંનું રૂ.1200થી રૂ.1500 પ્રતિ મણ (20 કિલો)ના ભાવે બજારમાં વેચાણ કરી સારી આવક મેળવી રહ્યા છે. જીવાત નિયંત્રણ માટે વાવેલા ગલગોટાના ફૂલોનું સિઝન દરમિયાન સારા ભાવે વેચાણ કર્યું હતું.
ચીમનભાઈએ જણાવ્‍યું હતું કે, બાગાયત ખાતાની યોજનાની સહાય દ્વારા આ ખેતી કરવી ઘણી સરળ થઈ છે. મિશ્રપાક પદ્ધતિથી ઓછી જમીનમાં બીજા પાકોની ખેતી દ્વારા સારી આવક પણ મળી છે. ગલગોટાની સિઝન પુરી થતાં હવે ફલાવરનું વાવેતર પણ કર્યું છે. ડ્રેગન ફ્રુટના ખેતરની ફરતે મલેશિયન ડ્રાફટ નારિયેળી અને કાગદી લીંબુનું વાવેતર કર્યું છે. પ્રાકળતિક ખેતી કરવા માટે આત્‍મા પ્રોજેક્‍ટ હેઠળ ગાય નિભાવ ખર્ચ માટે દર મહિને રૂ.900ની સહાય મળે છે. જેના કારણે ગાયને સારો આહાર આપી રહ્યોછું. ગાયના સ્‍વાસ્‍થ્‍યની પણ પુરતી કાળજી લેવામાં આવે છે. ડ્રીપ ઈરીગેશન ઈનસ્‍ટોલેશન માટે પણ સરકારની યોજના હેઠળ સબસીડી મળી હતી. આ પદ્ધતિ દ્વારા દરેક પાકને પુરતું પાણી મળી રહે છે અને પાણીની બચત પણ થાય છે. દરેક યોજનાઓ ખેડૂતોને પ્રોત્‍સાહન આપી રહી છે અને તેના કારણે ખેડૂતોને ખેતી કરવી વધુ સરળ બની છે તેથી હું રાજ્‍ય સરકારનો આભારી છું.

રાજ્‍ય સરકાર દ્વારા ખેડૂતોને રૂ.4.50 લાખ સુધીની સહાય મળે છે
ગુજરાત સરકાર દ્વારા આ પાકની ખેતીને પ્રોત્‍સાહન મળે તે માટે બાગાયત વિભાગમાં જનરલ ખેડૂતોને પ્રતિ હેકટર રૂ.3 લાખ અને એસ.સી./એસ.ટી. ખેડૂતોને પ્રતિ હેકટર રૂ.4.50 લાખની સહાય આપવામાં આવે છે. બીજા પાકોની સરખાણીએ આ ફળને પાણી અને ઓછી કાળજીની જરૂર રહે છે. ખેડૂત બીજા ત્રીજા વર્ષમાં પોતાનું રોકાણ પરત મેળવી શકે છે.

Related posts

ખડકી હાઈવે પર એકસાથે ચાર વાહનો ભટકાયા : ચારેય વાહન સવારોનો ચમત્‍કારિક બચાવ

vartmanpravah

દાનહઃ ‘સર્વ આદિવાસી સમાજ’ દ્વારા વાંસદાની સરકારી શાળાના વિદ્યાર્થીઓને આપવામાં આવ્‍યું તિથિભોજન

vartmanpravah

સ્‍વાતંત્ર્ય પર્વે વલસાડ જિલ્લાના તબીબો પણ દેશભક્‍તિના રંગે રંગાયા, સ્‍વંય ગીતની રચના કરી સૈનિકોના પાત્રમાં સંઘર્ષ ગાથા રજૂ કરી

vartmanpravah

વલસાડ જિલ્લા કલેક્‍ટર નૈમેષ દવેના અધ્‍યક્ષસ્‍થાને ‘‘વિકાસ સપ્તાહ”ની ઉજવણીના સુચારૂં આયોજન માટે બેઠક મળી

vartmanpravah

નવસારી જિલ્લાના જિલ્લા નિરીક્ષક જમીન દફતર કચેરીનો અંધેર વહીવટ :અરજીઓનો સમય વિતવા છતાં વંકાલ ગામના તળાવ સહિત ખેડૂતોના ખેતરની હદ માપણી માટે અરજદારોએ ધક્કા ખાવાની પડેલી નોબત

vartmanpravah

લક્ષદ્વીપના મીનીકોય ટાપુ ખાતે ભારતીય નૌકાદળના આઈ.એન.એસ. જટાયુ નેવલ બેઝનું પ્રશાસક પ્રફુલભાઈ પટેલની ઉપસ્‍થિતિમાં કરાયું કમિશનિંગ

vartmanpravah

Leave a Comment