October 14, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ચીખલી નજીક બલવાડા હાઈવે પર અલ્‍ટો કાર ડિવાઈડર કૂદાવી સામેના ટ્રેક પર બ્રેઝા સાથે અથડાઈઃ એકનું મોત

અલ્‍ટો કાર ચાલક નયન પટેલનું મોત, કારમાં સવાર બાળકીનો આબાદ બચાવઃ બ્રેઝાના ચાલકને સારવાર અર્થે હોસ્‍પિટલ ખસેડાયો

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
ચીખલી(વંકાલ), તા.29: ચીખલી તાલુકાના બલવાડા નેશનલ હાઈવે નં. 48 ઉપર શુક્રવારના રોજ સાંજના સમયે નવસારીથી વલસાડ તરફ જઈ રહેલ મારૂતિ અલ્‍ટો કાર નં.જીજે-1પ-એડી-8635ના ચાલકે સ્‍ટેરીંગ પરનો કાબુ ગુમાવતા કાર ડિવાઈડર કુદી સામે જતી રહેતા વલસાડથી સુરત તરફ જઈ રહેલ મારૂતિ બ્રેઝા કાર નં.જીજે-0પ-આરપી-9624 સાથે ધડાકાભેર અથડાતા સર્જાયેલા અકસ્‍માતમાં અલ્‍ટો કારના ચાલક નયન ધીરૂભાઇ ધોડિયા પટેલ (ઉ.વ. 34) (રહે.ઓલગામ પહાડ ફળીયા, તા.જી.વલસાડ) ને ગંભીર ઈજા થતા તેનું સારવાર દરમિયાન કરુણ મોત નિપજ્‍યું હતું .જ્‍યારે તેની સાથે કારમાં સવાર અઢી વર્ષીય દીકરી નાવ્‍યા નયનભાઈ પટેલને સામાન્‍ય ઈજા સાથે આબાદ બચાવ થયો હતો. અકસ્‍માતમાં બ્રેઝા કારના ચાલકને ઈજા થતા ખાનગી હોસ્‍પિટલમાં સારવાર અર્થે ખસેડામાં આવ્‍યો હતો. બનાવ અંગેની પ્રદીપ બાબુભાઈ પટેલની ફરિયાદમાં પોલીસેકાયદેસરની કાર્યવાહી કરી વધુ તપાસ હાથ ધરી હતી. અકસ્‍માતમાં કારનો પણ કચ્‍ચરઘાણ નીકળી ગયો હતો.

Related posts

આદિવાસી સમાજની દીકરી ઉપર થઈ રહેલ અત્‍યાચારના વિરોધમાં ગુજરાત રાજ્‍યના ગૃહ મંત્રીને આવેદનપત્ર પાઠવતો સમસ્‍ત આદિવાસી સમાજ પારડી

vartmanpravah

વલસાડ ધમડાચી ગામે પ્રખ્‍યાત ગાયક મુકેશ પટેલને ચાલુ કાર્યક્રમમાં નશામાં ધુત યુવાનની ગોળી મારવાની ધમકી

vartmanpravah

કવાલ ખાતે કાપડી સમાજનો સ્‍નેહ મિલન સમારંભ યોજાયો: કુળદેવી હિંગળાજ માતાના મંદિરનું કરાયેલું ખાતમુહૂર્ત

vartmanpravah

માઁ શબ્‍દ મા આખુ બ્રહ્માંડ સમાઈ જાય છે : પ્રફુલભાઈ શુક્‍લ

vartmanpravah

વલસાડ મોટી પલસાણ જતી એસ.ટી. બસમાં ચાલુ બસમાં કન્‍ડક્‍ટરને હાર્ટ એટેકનો હુમલો

vartmanpravah

vartmanpravah

Leave a Comment