(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો)
વાપી, તા.12: વાપી હાઈવે ઉપર આજે ગુરૂવારે સાંજના 5 વાગ્યાના સુમારે એક ગમખ્વાર અકસ્માત થયો હતો. અજાણ્યા વાહન ચાલકે એક વ્યક્તિને ટક્કર મારી વાહન ચાલક ફરાર થઈ ગયો હતો. અકસ્માતમાં વ્યક્તિનું ઘટના સ્થળે કમકમાટી ભર્યું મોત નિપજ્યું હતું.
વાપી હાઈવે હોટલ સર્વોત્તમ ટોટલ સામે આજે ગુરૂવારે સાંજના 5 વાગ્યાના સુમારે અકસ્માત સર્જાયો હતો. અજાણ્યો વાહન ચાલક રોડ ક્રોસ કરી રહેલ વ્યક્તિને ટક્કર મારી ભગાડીગયો હતો. પોલીસ ઘટના સ્થળે આવી પહોંચી હતી. મૃતક વ્યક્તિની ઓળખ માટે ચક્રો ગતિમાન કરી લાશને પીએમ માટે મોકલી આપી હતી. અકસ્માત બાદ ઘટના સ્થળે લોકોના ટોળેટોળા ઉમટી ગયા હતા.
