Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદેશસેલવાસ

સેલવાસ સ્‍માર્ટ સીટી લિ.એ આગામી ટ્રાફિક વિભાગના પ્રશિક્ષણ માટે કરાયું ‘એક લોન્‍ચ ઈવેન્‍ટ’નું આયોજન

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સેલવાસ,તા.07
સેલવાસ સ્‍માર્ટ સીટી લિમિટેડ દ્વારા તા.06ઠ્ઠી જુલાઈએ તેમના પહેલા બે સેશનની સાથે આગામી ટ્રાફિક વિભાગના શૈક્ષણિક કાર્યક્રમ માટે એક લોન્‍ચ ઈવેન્‍ટનું આયોજન કર્યું હતું.
આ પ્રસંગે મિનિસ્‍ટ્રી ઓફ હાઉસિંગ અને અર્બન અફેર્સ સાયકલ ફોર ચેન્‍જ ચેલેન્‍જના ભાગ રૂપે, દાનહના સુપ્રિટેન્‍ડેન્‍ટ ઓફ પોલીસ શ્રી રાજેન્‍દ્ર પ્રસાદ મીના, સેલવાસ સ્‍માર્ટ સિટી લિમિટેડના સી.ઈ.ઓ. સુશ્રી ચાર્મી પારેખની હાજરીમાં તેમના પ્રકારનો એક અનોખો કાર્યક્રમ અને દાનહના એસડીપીઓ શ્રી સિદ્ધાર્થ જૈન દ્વારા તા.6 જુલાઈના રોજ BYCS India ના સમર્થન સાથે ટ્રાફિક વિભાગના સહયોગથી SSCL દ્વારા આયોજન કરવામાં આવ્‍યું હતું.
સેલવાસ સ્‍માર્ટ સિટીએ સર્વગ્રાહી અભિગમ રાખવા માટે સેલવાસને સાઇકલિંગ અને વૉક ફ્રેન્‍ડલી સિટી તરીકે જોવા માટે ઘણાં મોરચે કામ કર્યું છે. નોન-મોટરાઈઝ્‍ડ ટ્રાન્‍સપોર્ટ સોસાયટીની રચના એ પહેલોમાંની એક હતી જે નોન-મોટરાઈઝ્‍ડ વાહન વપરાશકર્તાઓ અને રાહદારીઓ પ્રત્‍યે ટ્રાફિક પોલીસને શિક્ષિત અને સંવેદનશીલ બનાવવાના ઉદ્દેશ્‍ય સાથે હતી.
સેલવાસ સ્‍માર્ટ સિટી લિમિટેડના સીઈઓ અને BYCS ઈન્‍ડિયાના ડાયરેક્‍ટર ડૉ. ભૈરવી જોશી દ્વારા સત્રનું સંચાલન કરવામાં આવ્‍યું હતું. આ કાર્યક્રમમાં 80 જેટલા પોલીસ જવાનોને શિક્ષિત કરવામાંઆવ્‍યા હતા અને NMT વપરાશકર્તાઓ પ્રત્‍યેના તેમના વર્તન અને જવાબદારી પ્રત્‍યે સંવેદનશીલતા આપવામાં આવી હતી. વાતચીતમાં તેઓએ સાઇકલ સવારોને સન્‍માનના ચિホ તરીકે ફૂલો આપવાના તેજસ્‍વી વિચારો પણ રજૂ કર્યા.
આ પહેલને પોલીસ અધિક્ષકશ્રી દ્વારા આવકારવામાં આવી હતી અને તેમણે શેર કર્યું હતું કે શહેરમાં સાયકલિંગ અને વૉકિંગ કલ્‍ચર લાવવા માટે ટ્રાફિક વિભાગ SSCLસાથે મળીને કામ કરશે.
સુશ્રી ચાર્મી પારેખે ટ્રાફિક વિભાગને તેઓ જે બિનશરતી સમર્થન આપી રહ્યા છે તેના માટે હૃદયપૂર્વક આભાર માન્‍યો હતો અને ભારપૂર્વક જણાવ્‍યું હતું કે તેઓ માર્ગ સલામતીના એમ્‍બેસેડર છે અને તેઓ જમીન પરના લોકો છે જે NMT વપરાશકર્તાઓને સલામતી પ્રદાન કરવાની રીતો પર ધ્‍યાન આપશે.

Related posts

આજે થશે ફાઈનલ મુકાબલો: સંઘપ્રદેશ સ્‍તરીય પ્રિ-મુખરજી કપ ફૂટબોલ ટૂર્નામેન્‍ટમાં દાદરા નગર હવેલીનો દબદબો

vartmanpravah

પરિયારી ગ્રામ પંચાયત કાર્યાલય અને આયુષ્‍માન ભારત હેલ્‍થ એન્‍ડ વેલનેસ સેન્‍ટરની મુલાકાત લેતા પરિયારી ઉચ્‍ચ પ્રાથમિક શાળાનાવિદ્યાર્થીઓ

vartmanpravah

ચીખલી-ગણદેવી તાલુકામાં માર્ગ મકાન વિભાગ ઉંઘમાં હોવાથી બીલીમોરા ચાર રસ્‍તા પાસે પડેલા મોટા ખાડાઓ સમરોલીના આર્યા ગ્રુપે પુરાવ્‍યા

vartmanpravah

સમાજ કલ્‍યાણ વિભાગ દ્વારા દાનહ અને દમણ દીવમાંઆંતરરાષ્‍ટ્રીય નશા નિષેધ દિવસ મનાવવામાં આવ્‍યો

vartmanpravah

વલસાડ જિલ્લાના આદિવાસી લેખક અને સાહિત્‍યકાર ડો.વિમુખ. યુ.પટેલની સંતકબીર એવોર્ડ માટે પસંદગી

vartmanpravah

ફણસામાં બનનાર રાળપટ્ટીમાં સૌ પ્રથમ શ્રી નેમિનાથ દાદાના ભવ્‍ય જિનાલયનું આજે ભૂમિપૂજન થશે

vartmanpravah

Leave a Comment