(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) દમણ, તા.21
નાની દમણના દલવાડા ખાતે રામ-રહીમ ક્રિકેટ ગ્રાઉન્ડમાં દેવકા-11 દ્વારા હળપતિ સમાજ ક્રિકેટ ટૂર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 24 જેટલી ટીમે ભાગ લીધો હતો.
આ મેચમાં ફાઈનલ જંગ આરજે-11 નાયલાપારડી વિરુદ્ધ ઉમરસાડી વચ્ચે ખેલાયો હતો. જેમાં આરજે-11 નાયલાપારડી ચેમ્પિયન બની હતી જ્યારે ઉમરસાડીની ટીમ રનર્સઅપ રહેવા પામી હતી. વિજેતા ટીમને ટ્રોફી અને ઈનામો આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.