Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ચીખલી તાલુકામાં દિવાળીના તહેવાર દરમ્‍યાન અકસ્‍માતના જુદાજુદા બે બનાવોમાં બે યુવાનોના મોત

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
ચીખલી,(વંકાલ), તા.05: ફરિયાદી પ્રીતેશ ધીરૂભાઈ પટેલ (રહે.ગોરગામ ઈશ્વર ફળીયા તા.જી.વલસાડ) નો મોટો ભાઇ અરૂણભાઈ ધીરૂભાઇ પટેલ (ઉ.વ-34) 31-ઓક્‍ટોબરના રોજ રાત્રીના સમયે ફળીયાના મિત્ર સાથે હીરો પેશન પ્રો મોટર સાયકલ નં-જીજે-15-બીએ-7653 પર ચીખલીથી કપડાં ખીરીદીને પરત ઘરે જઈ રહ્યા હતા. તે દરમ્‍યાન અમદાવાદ-મુંબઈ નેશનલ હાઇવે પર ચીમલા ફાટક પાસે સ્‍ટેયરિંગ પરનો કાબૂ ગુમાવતા મોટર સાયકલ ડીવાઇડરની એંગલ સાથે અથડાતા સર્જાયેલા અકસ્‍માતમાં મોટર સાયકલ ચલાવી રહેલ અરૂણભાઈને ગંભીર ઇજા થતાં તેનું મોત નીપજ્‍યું હતું. જ્‍યારે પાછળ બેસેલ દિવ્‍યેશભાઈને નાની મોટી ઇજા થતાં સારવાર અર્થે હોસ્‍પિટલ ખસેડાયો હતો. પોલીસે અકસ્‍માત અંગે ગુનો નોંધી વધુ તપાસ પીએસઆઇ એચ.એસ. પટેલ કરી રહ્યા છે.
બીજા બનાવમાં ખેરગામના કુંભારવાડ ખાતે રહેતા જાણીતા વેપારીનો પુત્ર અફઝલઅહમદ અજીજઅહમદ શેખ (ઉ.વ-34) તા.2/11/24 ના નવા વર્ષના દિવસે રાત્રીના સમયે તેમના અન્‍ય ચાર મિત્રો સાથે સંબંધીની મારુતિ સ્‍વીફટ ડિઝાયર કાર જીજે-15-સીબી-2675 માં ચીખલી હાઇવે સ્‍થિત આલ્‍ફા હોટલ પર ચા-પાણી પીવા માટે નીકળ્‍યા હતા. બાદમાં પરત ફરતી વેળા મળસ્‍કે સાડાચારેક વાગ્‍યાના અરસામાં ખેરગામ રોડ પર ગોલવાડ ત્રણ રસ્‍તાની આગળ ચાલકે સ્‍ટેયરિંગ પરનો કાબૂ ગુમાવતા કાર ઝાડ સાથે અથડાઈ હતી. જેમાં અફઝલઅહમદ શેખને માથાના ભાગે ગંભીર ઇજા થતાં તેનું મોત નીપજ્‍યું હતું. જ્‍યારે અન્‍ય ઈજાગ્રસ્‍તોને હોસ્‍પિટલમાં ખસેડાયા હતા. પોલીસે અજીજઅહમદ શેખની ફરિયાદમાં કાર ચાલક હનીફ નાસર બામુશા (રહે.ખેરગામ રોહિતવાસ તા.ખેરગામ જી.નવસારી) સામે ગુનો નોંધી વધુ તપાસ પીએસઆઇ-સમીરભાઈ કડીવાલાએ હાથ ધરી હતી. બનાવ અંગેની જાણ થતાં ચીખલી સબ ડિસ્‍ટ્રીકટ હોસ્‍પિટલ ખાતે અનેક મુસ્‍લિમ અને રાજકીય અગ્રણીઓ ધસી આવ્‍યા હતા.

Related posts

મજીગામમાં પસાર થતી માઈનોર કેનાલના નવીનીકરણના કામમાં કપચીના દેખાવા સાથે થીંગડા મારવાની નોબત

vartmanpravah

નવસારી ખાતે જિલ્લા સંકલન સહ ફરિયાદ સમિતિની બેઠક યોજાઈ

vartmanpravah

ઉમરગામ પાલિકા વિસ્‍તારમાં ફાયર સેફટીનું ઉલ્લંઘન કરનાર સ્‍થળોએ તપાસની આવશ્‍યકતા

vartmanpravah

દાદરા ગામે ફેક્‍ટરી દ્વારા કરાયેલું ગેરકાયદેસર દબાણ દુર કરાયું

vartmanpravah

મોટી દમણની ભામટી પ્રાથમિક શાળામાં આનંદ અને ઉત્‍સાહ સાથે ઉજવાયો પ્રવેશોત્‍સવ

vartmanpravah

નવસારી વિજલપોર ખાતે આવેલ મારૂતિનગર મરાઠી શાળામાં વિદાય સમારંભ યોજાયો

vartmanpravah

Leave a Comment