October 15, 2025
Vartman Pravah
Breaking NewsOtherડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલની આઈ.પી.એસ.-2023 બેચના પ્રોબેશનરી અધિકારીઓએ લીધેલી મુલાકાત: પ્રશાસકશ્રીને નેપાળ પોલીસ સંગઠનના પ્રતિનિધિઓએ આપેલી સ્‍મૃતિ ભેટ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.08 : સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલ સાથે આજે સચિવાલયમાં ઇન્‍ડિયન પોલીસ સર્વિસ (આઈ.પી.એસ.)ના 2023 બેચના પ્રોબેશનરી અધિકારીઓએ મુલાકાત કરી પોતાના અનુભવોનું આદાન-પ્રદાન પ્રશાસકશ્રી સમક્ષ કર્યું હતું. પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલે આઈ.પી.એસ. અધિકારીઓ તરીકે નિયુક્‍ત થયેલા તમામ અધિકારીઓને શુભકામના અને તેમના ઉજ્જવળ ભવિષ્‍યની કામના કરી હતી.
બેઠક દરમિયાન નેપાળ પોલીસ સંગઠન (એન.પી.ઓ.) અને રોયલ ભૂટાન પોલીસ (આર.બી.પી.)ના પ્રતિનિધિઓ પણ ઉપસ્‍થિત રહ્યા હતા. જેમાં નેપાળ પોલીસ સંગઠનના પ્રતિનિધિઓએ બંને દેશો વચ્‍ચે સદ્‌ભાવના અને સહયોગ તથા મજબૂતિના પ્રતિક રૂપે પ્રશાસકશ્રીને સ્‍મૃતિ ચિホ ભેટ આપ્‍યું હતું.
સંઘપ્રદેશના પ્રશાસકશ્રી સાથેની મુલાકાત દરેક અધિકારીઓ માટે અત્‍યંત પ્રેરણાદાયક, માર્ગદર્શક અને પ્રોત્‍સાહક રહેવા પામી હતી અને તેઓએ દિલથી પ્રશાસકશ્રીનો આભાર પણ પ્રગટ કર્યો હતો.

Related posts

પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદીનું દમણ એરપોર્ટ ખાતે પ્રશાસક પ્રફુલભાઈ પટેલે કરેલું ઉષ્‍માભેર અભિવાદન

vartmanpravah

સલવાવ ગુરુકુળનાકપિલ સ્‍વામીએ સંપ્રદાયના હિતમાં નિવેદન આપ્‍યુ

vartmanpravah

ચીખલીના મજીગામમાં રાષ્‍ટ્રીય ધોરીમાર્ગને જોડતા લિંક રોડ સ્‍થિત મોતને આમંત્રણ આપી રહેલ ફયુઝ વગરની ખુલ્લી ડીપી

vartmanpravah

મોટી દમણ પટલારા ખાતેના ભીખી માતા મંદિર અને હરિ હરેશ્વર મહાદેવ મંદિરના 8મા પાટોત્‍સવની ધામધૂમથી કરાયેલી ઉજવણી

vartmanpravah

થર્ટીફર્સ્‍ટની પૂર્વ સંધ્‍યાએ પારડી પોલીસનો સપાટો

vartmanpravah

ધરમપુર માલનપાડા રોડ ઉપર ટ્રક-બાઈક વચ્‍ચે અકસ્‍માત : બાઈક સવાર દંપતિ પૈકી પત્‍નીનું મોત

vartmanpravah

Leave a Comment