August 31, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

રેવન્‍યુ શીરપડતર જમીન સાથણી ઝુંબેશ કાયમી ધોરણે નામે કરવા ધરમપુર વિસ્‍તારના 800 થી વધુ અરજદારોની કલેક્‍ટરમાં રજૂઆત

ધરમપુર તાલુકાના બાર જેટલા ગામોના અરજદારોએ જમીન મુદ્દે કલેક્‍ટર વલસાડમાં લેખિત રજૂઆત કરી

(વર્તમાન પ્રવાહવાપી બ્‍યુરો)
વાપી, તા.21: ધરમપુર તાલુકાના વિવિધ 12 જેટલા ગામના 800 ઉપરાંત અરજદારોએ આજે મંગળવારે વલસાડ કલેક્‍ટરશ્રીને રેવન્‍યુ વિભાગમાં શીરપડતર જમીનો સાથણી ઝુંબેશ મુજબ કાયમી ધોરણે નામે કરવા માટે રજૂઆત કરી હતી.
ધરમપુર તાલુકાના અવલખડી, તુતરખેડ, ખપટીયા, સાતવાંકલ, સામરસીગી, સાદડવેરા, ઉપલપાડા, ઉલસપીડી, ભવથાણ જંગલ, નાની કોસબાડી, મોટી કોસબાડી અને પૈખડ જેવા 12 જેટલા ગામોના 800 થી વધારે આ વિસ્‍તારના આદિવાસીઓ જમીન ઉપર વર્ષોથી હક્ક અને કબજો ભોગવટો ધરાવે છે તેમજ ખેડૂતો પાસે આ જમીન સિવાય પોતાની આજીવિકા માટે અન્‍ય કોઈ જમીન નથી તેથી કોસબાડી ગામના માજી સરપંચ ગુલાબભાઈ અવલખડીના માજી સરપંચ નર્મદભાઈ, તા.પં. સભ્‍ય કાળુભાઈ, સામાજીક આગેવાન સોમાભાઈ (સામરગીરી) સાતવાકલના આગેવાન નથુભાઈ કોસબાડી આગેવાન આનંદભાઈ પાડવી સાથે તા.પં. અપક્ષ સભ્‍ય કલ્‍પેશ પટેલની રાહબરી હેઠળ વલસાડ કલેક્‍ટર શ્રી રેવન્‍યુની શીરપડતર જમીન સાથણી ઝુંબેશ મુજબ જે તે આદિવાસીઓને કાયમી ધોરણે નામે કરી આપવાની માંગણી અને લેખિત રજૂઆત કરી હતી.

Related posts

દાનહમાં નવો એકપણ કોરોના પોઝિટિવ કેસ નહીં નોંધાયોઃ સતર્કતા જરૂરી

vartmanpravah

મોબાઇલ અને બાઈક છોડાવવા માટે હોમગાર્ડ પાસે રૂા.ચાર હજારની લાંચ લેતા દાનહના આઈએસઆઈને સીબીઆઈએ કરેલી ધરપકડ

vartmanpravah

વલસાડ માર્ગ અને મકાન (પંચાયત) વિભાગ દ્વારા ડામર રોડના પેચવર્કની કામગીરી શરૂ

vartmanpravah

vartmanpravah

ચીખલી તાલુકામાં એક સાથે 3 વ્‍યક્‍તિઓ કોરોના પોઝિટિવઃ આરોગ્‍ય વિભાગ દ્વારા તકેદારીના પગલાં ભરાયા

vartmanpravah

દાનહ રમત-ગમત અને યુવા વિભાગ દ્વારા ઈન્‍ટર કોલેજ ક્રિકેટ સ્‍પર્ધા યોજાઈ

vartmanpravah

Leave a Comment