October 14, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

પૈસાની ઉઘરાણીમાંસુરતના ફળ-શાકભાજીના વેપારીનું નવસારી પાસેથી અપહરણ : 6ની ધરપકડ

નવસારી ધોળાપીપળા પાસેથી વેપારીને કારમાંથી ખેંચી માર મારી અન્‍ય કારમાં બેસાડી હાથ-પગ બાંધી વાંસદા ખાતેના એક ગોડાઉનમાં લઈ જવાયોઃ વેપારીને તક મળતા પુત્રને ફોન દ્વારા હકીકત જણાવતા પોલીસ ઘટના સ્‍થળે પહોંચી વેપારીને છોડાવ્‍યો

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
ચીખલી,(વંકાલ), તા.24: સુરતના વેપારીનું અપહરણ કરી વાંસદા ખાતે એક ગોડાઉનમાં હાથ-પગ બાંધી પૈસા ન આપે ત્‍યાં સુધી જવા દઈશું નહિ અને પોલીસને જાણ કરશે તો મારી નાંખીશું તેવી ધમકી આપી ગોંધી રાખ્‍યો હતો. પરંતુ તક મળતા વેપારીએ પુત્રને ફોન દ્વારા હકીકત જણાવતા પોલીસ પહોંચી જઈ વેપારીને છોડાવી છ જેટલાની ધરપકડ કરી હતી.
પોલીસ મથકેથી પ્રાપ્ત માહિતી અનુસાર ફરિયાદી રમેશ પોપટભાઈ સરધારા (રહે.54-સરિતા વિહાર સરથાણા જકાત નાકા વરાછા સુરત) કે જેઓ શાકભાજી અને સીઝનલ ફ્રુટનો વેપાર કરે છે. જેમાં તેમની વાંસદામાં અરવિંદભાઈ અને અશ્વિનભાઈ તથા સંજયભાઈ શર્મા સાથે ઓળખાણ થયા બાદ તેઓની પાસથી શાકભાજી લેતા હતા. થોડા સમય બાદ હલકો ખરાબ માલ આપી વધારે કિંમત લેતા હિસાબ-કિતાબમાં ગૂંચવાડો ઉભા થતા તેઓના દ્વારા થયેલ રૂ.3,60,000/- ના નુકશાનની રકમ માંગતાહતા. અને અવાર નવાર ફોન કરી ઉઘરાણી ચાલુ રાખતા તેમણે ફોન છેલ્લા ત્રણેક દિવસથી બંધ કરી દીધો હતો.
આ દરમ્‍યાન રમેશભાઇ 23-મી ના ગુરૂવારના રોજ તેમના મિત્રની સેવરોલેટ ગાડી નં-જીજે-06-એફસી-2875 માં સુરતથી મિત્રો સાથે ચીખલીના પીપલગભણ ગામે કેરી ખરીદવા માટે આવ્‍યા હતા. ત્‍યારે એક આર્ટિગા અને બોલેરો ગાડીમાં અરવિંદ, અશ્વિન અને સંજયના સાત થી આઠ જેટલા માણસો આવી વેપારી રમેશભાઈને માર મારતા સ્‍થાનિક વેપારીઓએ બચાવતા તેઓ ત્‍યાંથી સુરત જવા નીકળી જતા તેમનો લાલ રંગની બ્રેઝા કાર નં-જીજે-26-એન-2817 માં પીછો કરી પથ્‍થર મારતા નવસારીના ધોળાપીપળા આગળ સામેથી આવતા ટેમ્‍પો સાથે કાર અથડાતા ઉભી રાખતાની સાથે જ કારમાંથી ખેચીની મારવા લાગેલા અને જબરજસ્‍તીથી બ્રિઝા કારમાં બેસાડી વાંસદાથી સાપુતારા રોડ ઉપર સંજય શર્માના ગોડાઉનમાં હાથ-પગ બાંધી પૈસા ન આપે ત્‍યાં સુધી જવા દઈશું નહિ અને પોલીસને જાણ કરશે તો મારી નાંખીશું તેવી ધમકી આપી ગોંધી રાખવામાં આવ્‍યો હતો.
આ દરમ્‍યાન વેપારીએ પોતાના દીકરાને મોબાઈલ ફોન દ્વારા હકીકતની જાણ કરતા પોલીસ વાંસદા પહોંચી જઈ તેમને છોડાવી દસ જેટલા આરોપી પૈકી સંજય ચંદ્રવદન શર્મા (રહે.શાકભાજી માર્કેટ વાંસદા), અરવિંદશોભાનભાઈ પટેલ (રહે.પાલગભણ રામજી ફળીયા તા.વાંસદા), સચિન વિજયસિંહ રાજપુત (રહે.નિર્માણ રોડ વાંસદા), ભરત નારણ ડાંગર (વાંસદા નવા ફળીયા), મયંક દિલીપ ભોયા (રહે.હનુમાન બારી વચલું ફળીયું વાંસદા), દિવ્‍યેશ ધનસુધ ચવધરી (રહે.હનુમાન બારી વાંસદા) એમ છ જેટલાને ઝડપી પાડી વાંસદાના અશ્વિનભાઈ ઉપરાંત જીગ્નેશ, જયેશ તથા અજાણ્‍યો મળી ચાર જેટલાને ઝડપી પાડવા માટે પણ ચક્રો ગતિમાન કર્યા હતા.

Related posts

પ્રધાનમંત્રી ટીબી મુક્ત ભારત અભિયાન ૨૦૨૫ અંતર્ગત લવાછા પીએચસી કેન્‍દ્રમાં 40 જરૂરીયાતમંદ ટીબીના દર્દીઓને પૌષ્ટિક આહારનું કરાયેલું વિતરણ

vartmanpravah

ધરમપુરમાં આદિવાસી અમૃત કુંભ મહોત્‍સવ રથ આવી પહોંચતા ધારાસભ્‍ય અરવિંદભાઈ પટેલના હસ્‍તે ઉષ્‍માભેર સ્‍વાગત કરાયુ

vartmanpravah

દમણવાડા પંચાયત દ્વારા યોજાયો વિદાયમાન-આવકાર સમારંભ

vartmanpravah

યુઆઈએના પ્રમુખ નરેશ બંથીયાએ કુદરતી વહેણ અવરોધતા પાણી ભરાવાની સર્જાતી સમસ્‍યા તરફ સંબધિત વિભાગો અને જનપ્રતિનિધિઓનું દોરેલું ધ્‍યાન

vartmanpravah

ચીખલીના નોગામા ગામે બે વર્ષથી અધૂરી પાણી પુરવઠાની યોજનાને ઝડપથી પૂર્ણ કરવા માંગ

vartmanpravah

રમાઈ મહિલા બ્રિગેડ અને સમ્રાટ અશોક સંગઠનના ઉપક્રમે દમણમાં આંબેડકરવાદી સમાજનો જયઘોષઃ શિક્ષણ સંગઠન સાથે સ્‍વરોજગાર ઉપર જોર

vartmanpravah

Leave a Comment