June 26, 2026
Vartman Pravah
ઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વલસાડ લોકસભાની બેઠક માટે ઉમેદવારોની લાઈન લાગી : 9 જેટલા ટિકિટ વાંચ્‍છુઓએ ઉમેદવારી જતાવી

વલસાડ કમલમમાં પ્રદેશ નિરીક્ષકોએ સેન્‍સ લીધી, ડો.કે.સી. પટેલ, જીતુ ચૌધરી, ઉષાબેન પટેલ, ડો.ડી.સી. પટેલ સહિત 9 લાઈનમાં

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.27: આગામી મે મહિનામાં યોજાનારી લોકસભાની ચૂંટણી પૂર્વે ભાજપએ ઉમેદવારોની પસંદગી અંગે કવાયત હાથ ધરી છે. ગુજરાતની તમામ 26 બેઠકો ઉપર ભાજપના ઉમેદવારો પસંદગી કરવા માટે પ્રદેશ નિરીક્ષકોએ સેન્‍સ લેવાની પ્રક્રિયા હાથ ધરી દીધી છે તે અંતર્ગત વલસાડ-ડાંગની બેઠક માટે ઉમેદવારની પસંદગી અંગે વલસાડ કમલમમાં ગઈકાલે પ્રદેશ ભાજપ નિરીક્ષકોએ સેન્‍સ લીધી હતી. જેમાં નવ જેટલા નેતાઓએ ચૂંટણી લડવાની દાવેદારી નોંધાવી હતી.
લોકસભાની ગુજરાતની 26એ 26 બેઠકો ભાજપ અંકે કરવા માટે રણનિતી ઘડી રહી છે તેથી સક્ષમ ઉમેદવારોની શોધ પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. વલસાડ-ડાંગ બેઠક માટે નિરીક્ષકોએ વલસાડ કમલમમાં ગતરોજસેન્‍સ લીધી હતી. જેમાં 9 ટિકિટ વાંચ્‍છુ નેતાઓએ દાવેદારી નોંધાવી છે. વર્તમાન સાંસદ, ડો.કે.સી. પટેલ, ધારાસભ્‍ય જીતુભાઈ ચૌધરી, પ્રદેશ ભાજપ ઉપાધ્‍યક્ષ ઉષાબેન પટેલ, મહેન્‍દ્ર ચૌધરી, ડો.ડી.સી. પટેલ, યોગેશ પટેલ, પ્રવિણ પટેલ, ડો.હેમંત પટેલ, ગણેશ બિહારી મળી કુલ નવ નેતાઓએ ઉમેદવારી માટે દાવા કર્યા હતા. ઉમેદવાર અંગે ભાજપ પ્રદેશ નેતાની ટીમ આખરી મહોર મારશે. જોવુ એ રહેશે કે આ નવ ઉમેદવારોની લાઈનમાંથી પ્રદેશ ભાજપ કોને વરમાળા પહેરાવે છે.

Related posts

કલસર ચેકપોસ્‍ટ પરથી ઈકોના સ્‍ટેપની ટાયર અને પગ મૂકવાની જગ્‍યાએ ચોર ખાનામાં દારૂ લઈ જતા બે ઝડપાયા

vartmanpravah

ચીખલીમાં વિદેશ મોકલવાના બહાને 15-જેટલા લોકો સાથે છેતરપીંડીના ગુનાના આરોપીના પાંચ દિવસના રિમાન્‍ડ મંજુર

vartmanpravah

કોરોનાની પૂર્વ તૈયારીઃ વલસાડ જિલ્લાની સરકારી હોસ્‍પિટલોમાં આરોગ્‍ય સુવિધાની ચકાસણી માટે મોકડ્રીલ યોજાઈ

vartmanpravah

જયેષ્ઠ નાગરિક (પેન્શન) મંડળની 5 જૂને સભા યોજાશે

vartmanpravah

વાપી નૂતનનગર સરદાર બાગમાં સ્‍થાપિત શ્રીજીનું અનંત ચૌદશે ભક્‍તિભાવ સાથે વિસર્જન કરાયું

vartmanpravah

ધરમપુરના સ્‍પોર્ટસ કોમ્‍પ્‍લેક્ષ ખાતે પાલિકાનો સેવાસેતુ કાર્યક્રમ યોજાયો, 2114 અરજીનો નિકાલ

vartmanpravah

Leave a Comment