April 16, 2024
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદેશસેલવાસ

દાનહની આદિવાસી મહિલાઓને આત્‍મનિર્ભર અને સશક્‍ત બનાવવાપ્રશાસનના પ્રયાસો તેજઃ દપાડા ખાતે મીણબત્તી અને ઓરીગેમી ક્રિસમસ સ્‍ટાર બનાવવાની તાલીમનો પ્રારંભ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.28 : સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલે દાદરા નગર હવેલીની આદિવાસી મહિલાઓને આત્‍મનિર્ભર અને સશક્‍ત બનાવવા શરૂ કરેલા પ્રયાસની કડીમાં દપાડાના ચીચપાડા ખાતે મીણબત્તી અને ઓરીગેમી ક્રિસમસ સ્‍ટાર બનાવવાની તાલીમ આપવામાં આવી રહી છે.
પ્રાપ્ત માહિતી પ્રમાણે સંઘપ્રદેશ પ્રશાસન દ્વારા ‘રાષ્‍ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન’ અંતર્ગત સ્‍વયંસહાયતા સમૂહોના માધ્‍યમથી આદિવાસી મહિલાઓને ગ્રામીણ સ્‍વરોજગાર રૂરલ સેલ્‍ફ એમ્‍પ્‍લોયમેન્‍ટ ટ્રેઈનિંગ ઈન્‍સ્‍ટીટયૂટ(આરસેટી) દ્વારા છેલ્લા કેટલાક સમયથી પાપડ, અથાણું બનાવવાની તાલીમ અને મશરૂમની ખેતી બાબતે પણ ટ્રેઈનિંગ આપવામાં આવી હતી.
દપાડા ખાતે આયોજીત મીણબત્તી અને ઓરીગેમી ક્રિસમસ સ્‍ટાર બનાવવાની તાલીમ 35 આદિવાસી મહિલાઓ લઈ રહી છે. આ અભિયાનથી ગામની વધુ આદિવાસી મહિલાઓ પ્રેરિત થશે. જેનાથી મહિલાઓમાં આત્‍મનિર્ભર બનવાનો વિશ્વાસ પેદા થશે. જેથી સંઘપ્રદેશ પ્રશાસને દરેક આદિવાસી મહિલાઓને સ્‍વયંસહાયતા સમૂહ દ્વારા આ અભિયાનમાં મોટી સંખ્‍યામાં જોડાવા અને વધુમાં વધુ નોંધણી કરી તાલીમ લેવા માટે અનુરોધ કરવામાં આવ્‍યોછે.

Related posts

રાજસ્‍થાનમાં કરણી સેના રાષ્‍ટ્રિય પ્રમુખની ગોળી મારી કરાયેલ હત્‍યાના પડઘા વલસાડમાં પડયા

vartmanpravah

દાદરા નગર હવેલી લેબર વિભાગ દ્વારા બે દિવસીય રોજગાર મેળો યોજાયો

vartmanpravah

સોમવારે દાનહમાં 8, દમણમાં 9 અને દીવમાં 3 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા

vartmanpravah

ઉમરગામમાં તાલુકા કક્ષાનો 74મો વન મહોત્‍સવ યોજાયો

vartmanpravah

વલસાડ જિલ્લામાં લોકસભા ચૂંટણી પૂર્વે કોંગ્રેસે તૈયારીઓ શરૂ કરી બાલચોંડીમાં કાર્યકર સંમેલન યોજાયું

vartmanpravah

સુખલાવમાં બહેને ભાઈને ફોન કરી ઝેરી દવા ગટગટાવી

vartmanpravah

Leave a Comment