(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો)
વાપી, તા.01: કાકડમટી પ્રાથમિક શાળાના શિક્ષક શ્રી દિગ્વિજયસિંહ રમણલાલ ઠાકોરના પ્રયત્નથી ઉર્વશી ફાઉન્ડેશનદ્વારા બાલવાટિકા તથા ધોરણ 1 થી 8ના 218 બાળકો માટે ધોરણ પ્રમાણે સ્કૂલબેગ, વોટર બોટલ, છત્રી, નોટબુક, ડ્રોઈંગ બુક, કલર, વાંચન પુસ્તકો, નંબર બુક, રમતના સાધનો તથા પ્રવૃત્તિઓ કરવા માટે એમ.એસ. પેપર, ક્રાફટ પેપર, ફેવીકોલ આપવામાં આવ્યા હતા. શાળાના સ્ટાફ દ્વારા દરેક વિદ્યાર્થીઓને વસ્તુઓનું વિતરણ કરવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓમાં ખુશી જોવા મળી હતી.
આ પ્રસંગે શાળાના આચાર્ય હિરલબેન પટેલે તમામ વિદ્યાર્થીઓ અને સ્ટાફ વતી ઉર્વશી ફાઉન્ડેશનનો આભાર માન્યો તથા શાળાના શિક્ષક શ્રી દિગ્વિજયસિંહનો પણ આભાર વ્યક્ત કર્યો હતો.