October 18, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

પારડી હાઈવે ઉપર શનિવારે રાત્રે એક ટેમ્‍પો આઠ કાર સહિત 9 વાહનો ભટકાયા : કોઈ જાનહાની નહીં

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.26: ભારતનો અતિવ્‍યસ્‍ત ગણાતો નેશનલ હાઈવે-48 ઉપર અકસ્‍માતોની રફતાર રોજીંદી બની ચુકેલ છે. તેવો વધુ એક વિચિત્રઅકસ્‍માત શનિવારે રાત્રે પારડી નેશનલ હાઈવે રેમન્‍ડ કંપની સામે થયો હતો. આગળ ચાલતા વાહને અચાનક બ્રેક મારી દેતા એક ટેમ્‍પો સહિત આઠ કારો મળી કુલ 9 વાહનો ભટકાયા હતા.
પારડી નેશનલ હાઈવે રેમન્‍ડ કંપની સામે રાત્રે થયેલા વિચિત્ર અકસ્‍માતમાં 9 જેટલા વાહનો એકબીજા સાથે ઉપરા ઉપરી ભટકાયા હતા. જો કે મીન ટાઈમ પારડી પોલીસ પેટ્રોલીંગમાં જ હતી તેથી તુરત ઘટના સ્‍થળે હાજર રહી મામલો ચુસ્‍ત રીતે સંભાળી લીધો હતો. અકસ્‍માતમાં વાહનોને નાના મોટા નુકશાન થયા હતા પરંતુ કોઈ જાનહાની થવા પામી ન હતી. અકસ્‍માત અંગે કોઈ વાહન ચાલકે ફરિયાદ નોંધાવી નહોતી.

Related posts

લુહારી ફાટક નજીક રીક્ષા પલ્‍ટી મારતા રિક્ષાચાલક ઘાયલ

vartmanpravah

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલના માર્ગદર્શનમાં દમણ-દીવ સ્‍ટેટ કો-ઓ. બેંકનું ઉઘડેલું ભાગ્‍યઃ પ્રથમ ત્રિમાસિક ગાળામાં રૂા.3.70 કરોડનો રળેલો નફો

vartmanpravah

દાનહ સ્‍કાઉટ ગાઈડ ફેલોશિપના સહયોગથી ગુરૂકુલ વિદ્યાપીઠમાં સ્‍કાઉટ ગાઈડની કરાયેલી સ્‍થાપના

vartmanpravah

સંઘપ્રદેશ દાનહ અને દમણ-દીવ પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદીનો ઋણીઃ પ્રશાસક પ્રફુલભાઈ પટેલ

vartmanpravah

વાપી સલવાવ સ્‍વામિનારાયણ ફાર્મસી કોલેજે ટેકવોન્‍ડો ચેમ્‍પિયનશિપમાં ગોલ્‍ડ મેડલ મેળવ્‍યું

vartmanpravah

સરકારી વિનયન અને વાણિજ્‍ય કોલેજ નેત્રંગ ખાતે ગુરુપૂર્ણિમાની થયેલી ભવ્‍ય ઉજવણી

vartmanpravah

Leave a Comment