-
દાનહ અને દમણ-દીવમાં વિદ્યાર્થીઓનું રિવર્સ માઈગ્રેશનઃ 26 ટકાવિદ્યાર્થીઓએ ખાનગી સ્કૂલનો અભ્યાસ છોડી સરકારી શાળામાં લીધેલો પ્રવેશ <> જૂન-2024 સુધી દાનહ અને દમણ-દીવની તમામ ઉચ્ચ પ્રાથમિકથી લઈ હાયર સેકન્ડરી સ્કૂલોના તમામ વર્ગખંડો સ્માર્ટ બનશે <> દાનહની બે પેઢી ઉચ્ચ શિક્ષણથી વંચિત રહી <> ભૂતકાળમાં ગુંડાગીર્દી અને ખંડણીખોરો ખુલ્લેઆમ ફરતા હતા
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.16 : સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલે સેલવાસના કોર એરિયા સ્ટેડિયમ ગ્રાઉન્ડ ખાતે લેપટોપ અને સાયકલ વિતરણ સમારંભમાં ઉપસ્થિત જંગી સભાને સંબોધતા જણાવ્યું હતું કે, સંઘપ્રદેશના ઇતિહાસમાં પહેલી વખત આટલી મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ એક સભામાં ઉપસ્થિત રહ્યા હોય તેવો આ પહેલો પ્રસંગ છે. તેમણે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ટચૂકડા કેન્દ્ર શાસિત પ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવ પ્રત્યે રાખેલા અપાર સ્નેહ અને કૃપાદૃષ્ટિના કારણે છેલ્લા 6-7 વર્ષમાં થયેલ અભૂતપૂર્વ વિકાસનો ઉલ્લેખ કરતા જણાવ્યું હતું કે, સંઘપ્રદેશ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીનો ઋણી છે. તેમણે જણાવ્યું હતું કે, સંઘપ્રદેશ પ્રશાસનની દરેક યોજનામાં છેવાડે બેઠેલા વ્યક્તિ સુધી લાભ પહોંચાડવાનો રહ્યો છે.
પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલે ભારપૂર્વક જણાવ્યું હતું કે, દાદરા નગર હવેલીનીબે પેઢી ઉચ્ચ શિક્ષણથી વંચિત રહી છે. આજે પ્રદેશમાં ઉચ્ચ શિક્ષણની તમામ શાખાઓ ખુલી ચુકી છે. તેમણે જણાવ્યું હતું કે, ત્રિપ્પલ આઈ.ટી., નેશનલ ફેશન ડિઝાઈનિંગ, નેશનલ લૉ કોલેજ, હોટલ મેનેજમેન્ટ જેવી સંસ્થાઓ જ્યાં કાર્યરત છે ત્યાંના પ્રદેશના વિદ્યાર્થીઓ માટે કોઈ આરક્ષણ નથી. ઓલ ઈન્ડિયાના મેરિટના આધારે જ પ્રવેશ મળે છે. તેની સામે દાદરા નગર હવેલી અને દમણ-દીવમાં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના આશીર્વાદથી દરેક શૈક્ષણિક સંસ્થામાં પ્રદેશના વિદ્યાર્થીઓ માટે 20 થી 30 ટકા બેઠકો આરક્ષિત રાખવામાં આવી છે.
સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલે ખાસ કરીને દાદરા નગર હવેલીના નજીકના ભૂતકાળનો ઉલ્લેખ કરતા જણાવ્યું હતું કે, ભૂતકાળમાં ગુંડાગીર્દી પરાકાષ્ઠા ઉપર હતી. ગુંડાઓ અને ખંડણીખોરો ખુલ્લેઆમ ફરતા હતા. પોતાના ફાર્મ હાઉસ ઉપર ઉદ્યોગપતિઓને બોલાવવા, ધમકાવવા અને દંડા મારવાની પ્રવૃત્તિઓ થતી હતી તે તમામ છેલ્લા 5-6 વર્ષમાં બંધ થઈ ચુકી છે અને ભૂતકાળ બની ગઈ છે.
સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલે જણાવ્યું હતું કે, દાદરા નગર હવેલી અને દમણ-દીવમાં વિદ્યાર્થીઓનું રિવર્સ માઈગ્રેશન શરૂ થયું છે. 26 ટકાથી વધુ વિદ્યાર્થીઓએ ખાનગી શાળા છોડી પ્રદેશની સરકારી શાળાઓમાં પ્રવેશ લીધો છે. આસુધરેલી ગુણવત્તાનો પુરાવો છે.
પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલે 2024ના જૂન સુધી દાદરા નગર હવેલી અને દમણ-દીવની તમામ ઉચ્ચ પ્રાથમિકથી લઈ હાયર સેકન્ડરી સુધીની સ્કૂલોના દરેક ક્લાસરૂમો સ્માર્ટ બનાવવા પણ ગેરંટી આપી હતી.