July 28, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપી અંબામાતા મંદિરમાં પારડી હેલ્‍પીંગ હેન્‍ડ ચેરીટેબલ ટ્રસ્‍ટ દ્વારા ભાગવત કથાનું આયોજન

વ્‍યાસપીઠ ઉપરથી કથાકાર હિમાંશુ પુરોહીત 30 મે સુધી કથાનું રસપાન કરાવશે

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.27: વાપી જીઆઈડીસી સ્‍થિત અંબામાતા મંદિર પરિસરમાં ભાગવત સપ્તાહનો પ્રારંભ થયો છે. પારડી હેલ્‍પીંગ હેન્‍ડ ચેરીટેબલ ટ્રસ્‍ટ દ્વારા ભાગવત કથાનું આયોજન કરવામાં આવ્‍યું છે.
કથા પ્રારંભ પહેલા હાઉસીંગમાં આવેલ મહાકાલી મંદિરમાં પૂજા-આરતી કરી યજમાનોએ પોથીયાત્રા કાઢી હતી. પોથી યાત્રામાં બહેનો કળશ લઈને જોડાઈ હતી. પોથીયાત્રા અંબામાતા મંદિર કથાના નિજ સ્‍થાને પહોંચ્‍યા બાદ પોથીની આરતી પૂજા બાદ કથાનોશુભારંભ થયો હતો. તા.24મી થી પ્રારંભ થયેલ ભાગવત કથા તા.30 મે સુધી ચાલશે. ભાગવત કથાકાર હિમાંશુ પુરોહિત કથાનું રસપાન કરાવશે. કથા પ્રારંભના પ્રથમ દિવસે નાણામંત્રી કનુભાઈ દેસાઈ, વી.આઈ.એ. પ્રમુખ સતિષ પટેલ, અંબામાતા મંદિર ટ્રસ્‍ટી કમલેશભાઈ પટેલ, હેલ્‍પીંગ હેન્‍ડ ચેરીટેબલ ટ્રસ્‍ટના પ્રમુખ શરદભાઈ દેસાઈ, નોટીફાઈડ ચેરમેન હેમંત પટેલ સહિત અગ્રણી નાગરિકો અને ગણમાન્‍ય લોકો મોટી સંખ્‍યામાં ઉપસ્‍થિત રહ્યા હતા. ભાગવત કથાનો લાભ લેવા માટે આયોજકો તરફથી જાહેર આમંત્રણ પાઠવાયું હતું.

Related posts

પારડી તાલુકાના વેલપરવા ગામની બે સંતાનની માતા ગુમ

vartmanpravah

વાપી છીરી ગ્રામ પંચાયતની બેદરકારીને લીધે વરસાદમાં 150 ઉપરાંત પરિવારોનો રાતવાસો રોડ ઉપર

vartmanpravah

વાપી કેબીએસ કોલેજમાં સ્‍પર્ધાત્‍મક પરીક્ષાનો સેમિનાર યોજાયો

vartmanpravah

સેલવાસની ડો. એપીજે અબ્‍દુલ કલામ સરકારી કોલેજમાં ‘વિજ્ઞાન સપ્તાહ’નો શુભારંભ

vartmanpravah

તાલુકા આદિજાતિ વિકાસ સમિતિની બેઠકની તારીખમાં ફેરફાર

vartmanpravah

વાપી હાઈવે બગવાડા ટોલનાકાપાસે શુભમ ગ્રીનમાં રહેતી આધેડ મહિલાને અજાણ્‍યા વાહને ટક્કર મારી

vartmanpravah

Leave a Comment