January 16, 2026
Vartman Pravah
Breaking Newsગુજરાતપારડીવલસાડવાપી

પારડી તાલુકાના વેલપરવા ગામની બે સંતાનની માતા ગુમ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
પારડી,તા.05: પારડી તાલુકાના વેલપરવા ગામે ઉગામણા ફળિયા ખાતે રહેતા કૌશિકભાઈ મંગુભાઈ પટેલની પત્‍ની નીલીમાબેન પટેલ (ઉંમર વર્ષ 30) ગત 3 ઓક્‍ટોબર, 2022ના રોજ સાંજે ચારેક વાગ્‍યે તેમના પતિ કૌશિકભાઈને ‘હું પારડી બજારમાં નવા ડ્રેસ સીવડાવવા માટે જાઉં છું, અને સાંજે છએક વાગ્‍યે મને પિતાના ઘરે વેલપરવા ગામે પટેલ ફળિયા ખાતે લેવા માટે આવજો, કહી ઘરેથી નીકળી હતીફ. જે બાદ નીલીમાબેનના પતિ કૌશિકભાઈએ સાંજે તેણીને ફોન કરતા તેની પત્‍નીએ ફોન રિસીવ કર્યો ન હતો. તેથી તેણે તેના સાળાને ફોન કરી પૂછતા નીલીમા તેના પિયર પણ નહીં પહોંચી હોવાનું જાણવા મળ્‍યું હતું. જે બાદ કૌશિકભાઈએ તેની પત્‍નીની આજુબાજુ વિસ્‍તારમાં અને સગા-સંબંધીઓને ત્‍યાં શોધખોળ શરૂ કરી હતી. પરંતુ નીલીમાબેનની ક્‍યાં પણ ભાળ નહીં મળતા પારડી પોલીસ મથકે તેમના પતિ કૌશિકભાઈએસમગ્ર બાબત જણાવી ગુમ થયાની ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદ આધારે પારડી પોલીસે શોધખોળ હાથ ધરી છે. તેથી આ ગુમ મહિલાની ક્‍યાંય પણ ભાળ મળે તો પોલીસનો સંપર્ક કરવો. ગુમ થનાર નીલીમાબેન અને કૌશિકભાઈને એક 12 વર્ષની દીકરી અને એક 10 વર્ષનો દીકરો છે.

Related posts

vartmanpravah

વાપી સલવાવ સ્‍વામિનારાયણ સ્‍કૂલના વિદ્યાર્થીઓ યુવા ઉત્‍સવમાં ઝળકયા

vartmanpravah

સાદકપોર ગ્રામ પંચાયતના સરપંચ સામેની અવિશ્વાસની દરખાસ ફગાવી દેતા સૂરસૂરિયું થઈ ગયું હોવાની અફવાની વિગતો બહાર આવી

vartmanpravah

વાપી નામધા પંચાયતમાં કચરો ઉપાડવા પેટે 2500 ની લાંચ લેતા પંચાયત સભ્‍ય ઝડપાયો

vartmanpravah

નવમાં યોગા દિવસની ઉજવણીનાં ભાગરૂપે વલસાડમાં કોમન યોગા પ્રોટોકોલ તાલીમ શિબિર યોજાઈ

vartmanpravah

વલસાડ જિલ્લા કલેક્‍ટર ક્ષિપ્રા આગ્રેના અધ્‍યક્ષસ્‍થાને ‘‘વિકસિત ભારત સંકલ્‍પ યાત્રા”ના આયોજન સંદર્ભે બેઠક યોજાઈ

vartmanpravah

Leave a Comment