April 28, 2024
Vartman Pravah
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટવાપી

વાપી છીરી ગ્રામ પંચાયતની બેદરકારીને લીધે વરસાદમાં 150 ઉપરાંત પરિવારોનો રાતવાસો રોડ ઉપર

અનેક ચાલીઓ અને રસ્‍તાઓ પાણીમાં ડૂબી ગયા : વરસાદી પાણીના નિકાલની કોઈ વ્‍યવસ્‍થા જ નથી

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.03: છેલ્લા એક સપ્તાહથી મેઘરાજાની મહેર વલસાડ જિલ્લાના તમામ વિસ્‍તારોમાં થઈ ચૂકી છે પરંતુ મેઘરાજાની આ મહેર કેટલાક ગામ, વિસ્‍તારોમાં કહેરરૂપ બની ગઈ છે. કંઈક એવી સ્‍થિતિ અને કમનસીબ તાસીર વાપી લગોલગ વસેલા છીરી ગામની થઈ છે. છીરી ગામમાં પંચાયતની બેદરકારીને લઈને અનેક ચાલીઓ અને રસ્‍તા-રોડ ઉપર વરસાદી પાણી ભરાઈ ચૂક્‍યા છે. પરિણામે સ્‍થાનિકનો જીવન નિર્વાહ ઉપર આભ તૂટી પડયુ છે. 150 ઉપરાંત પરિવારોના આશિયાનાઓમાં પાણી ભરાઈ જતા પરિવારો રોડ ઉપર રાતવાસો કરી રહ્યા હોવાની કારમી સ્‍થિતિનો સામનો કરી રહ્યા છે.
જુલાઈ માસના પ્રારંભે જ વલસાડ જિલ્લામાં ઘનઘોર ચોમાસુ બેસી ગયુ છે. છેલ્લા ત્રણ દિવસથી રોજ 4 થી 5 ઈંચ વરસાદ વરસી રહ્યો છે. આ વરસાદ વાપી, છીરી ગામ માટે આફતરૂપ બની ગયો છે. પંચાયતે ભ્રષ્‍ટાચાર કરીને છીરી ગામમાં આડેધડ બાંધગામની છૂટછાટો આપી છે. વરસાદી પાણીના નિકાલની કે ગટર સફાઈ, ડ્રેનેજનું કોઈ પ્રોવિઝન કરેલું જોવા મળતું નથી. પરિણામે ચોમાસાના પહેલા જ વરસાદે છીરી ગામથી હાલત બદ્દતર બની જવા પામી છે. અનેક ચાલીઓમાં વરસાદી પાણી ફરી વળતા 150 ઉપરાંત પરિવારોના ઘરોમાં પાણી ઘૂસી જતા છતાં ઘરે બેઘર બની અન્‍ય અન્‍ય રોડ કે વૈકલ્‍પિક જગ્‍યાએ રાત વિતાવી રહ્યા છે.

Related posts

વાપીથી બાઈકની ઉઠાંતરી

vartmanpravah

શ્રી સમસ્ત ગુજરાતી બ્રહ્મસમાજ વાપી અને વાઈબ્રન્ટ બિઝનેસ પાર્ક દ્વારા વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો

vartmanpravah

દમણ જિલ્લામાં સર્વેનું કામ કરી રહેલ મેપ માય ઈન્‍ડિયાના કર્મીએ સર્વે અને ઘર નંબર અલગ કરવા રૂા.1000ની કરાયેલી માંગણીના સંદર્ભમાં નોંધાયેલી પોલીસ ફરિયાદ

vartmanpravah

દાહના પાટી ગામથી ગેરકાયદેસર ખેરના લાકડા સાથે બે આરોપી ઝડપાયા

vartmanpravah

દમણની ડિસ્‍ટ્રીક્‍ટ અને સેશન કોર્ટનો ચુકાદો દમણઃ સાવકી દિકરી સાથે દુષ્‍કર્મ કરી ગર્ભવતી બનાવનાર હેવાન પિતાને 15 વર્ષની કઠોર જેલ અને રૂા.10 હજારનો દંડ

vartmanpravah

દમણના ગૌરવ એવા પ્રભાબેન શાહનું રાષ્‍ટ્રપતિ રામનાથ કોવિંદે પદ્મશ્રી પુરસ્‍કારથી કરેલું સન્‍માન

vartmanpravah

Leave a Comment