December 1, 2025
Vartman Pravah
Breaking Newsદેશસેલવાસ

સેલવાસની ડો. એપીજે અબ્‍દુલ કલામ સરકારી કોલેજમાં ‘વિજ્ઞાન સપ્તાહ’નો શુભારંભ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સેલવાસ, તા.22
સેલવાસની ડો.એપીજે અબ્‍દુલ કલામ સરકારી કોલેજમા વિજ્ઞાન સપ્તાહનો શુભારંભ કલેકટરના હસ્‍તે કરવામા આવ્‍યો હતો. આઝાદીના અમળત મહોત્‍સવ અંતર્ગત વિજ્ઞાન પ્રસાર ડિપાર્ટમેન્‍ટ સાયન્‍સ અને ટેક્રોલોજી ભારત સરકારના નિર્દેશ અનુસાર કોલેજમા 22ફેબ્રુઆરીથી 28 ફેબ્રુઆરી સુધી વિજ્ઞાન સપ્તાહનું આયોજન કરવામા આવેલ છે.
જેનું ઉદઘાટન કલેકટર ડો.રાકેશ મિન્‍હાસના હસ્‍તે રીબીન કાપી કરવામા આવ્‍યો હતો. આ સપ્તાહ દરમ્‍યાન સાયન્‍સ ફિલ્‍મનુ પ્રદર્શન, સાયન્‍સ પોસ્‍ટર અને પુસ્‍તક પ્રદર્શન જેમા 75 વૈજ્ઞાનિકના જીવન અને મુખ્‍ય આવિષ્‍કાર યોગદાન દર્શાવવામા આવેલ છે.
વિજ્ઞાન સબંધિત નાટક, સ્‍કીટ કવિતા પેન્‍ટીંગ કવીઝ પોસ્‍ટર મેકિંગનું પણ આયોજન કરવામા આવેલ છે આ કાર્યક્રમમાં વૈજ્ઞાનિક વ્‍યાખ્‍યાન યોજાનાર છે જેના માટે મુંબઈ અને અમદાવાદ દમણ વલસાડથી આવશે.વિજ્ઞાન સપ્તાહનો મુખ્‍ય ઉદેશ્‍ય દરેક વિદ્યાર્થીઓ સુધી વિજ્ઞાનનો પ્રચાર પ્રસાર કરવામા આવે દેશના વૈજ્ઞાનિકો અને એમના ગૌરવમય ઉપલબ્‍ધી જાણે અને પ્રેરણા મેળવે છે.
આ અવસરે કલેકટર ડો.રાકેશ મિન્‍હાસ,કોલેજના પ્રિન્‍સિપાલ ભગવાનજી ઝા, કોલેજના પ્રોફેસર વિદ્યાર્થીઓ ઉપસ્‍થિત રહ્યા હતા.

Related posts

મરવડ ગ્રામ પંચાયતના માહ્યાવંશી ફળિયામાં સવારની ચૌપાલનું આયોજન કરાયું

vartmanpravah

દમણવાડા ગ્રામ પંચાયત ભ્રષ્‍ટાચાર મુક્‍ત પારદર્શક શાસન સાથે વિકાસના કામોમાં પણ અગ્રેસરઃ સરપંચ મુકેશ ગોસાવી

vartmanpravah

વાપી છરવાડા શ્રી રાજ રાજેશ્વરી સ્‍કૂલમાં નવરાત્રીની ભવ્‍ય ઉજવણી

vartmanpravah

એસઆઈએના પ્રમુખ તરીકે નિર્મલભાઈ દુધાની બિનહરીફ જાહેર

vartmanpravah

વલસાડ અબ્રામામાં આર.એન. સૃષ્‍ટિ સોસાયટીમાં તસ્‍કરોનો તરખાટ : ચાર મકાનના તાળા તોડયા

vartmanpravah

રાજ્યના નાણાં મંત્રી કનુભાઈ દેસાઈના અધ્યક્ષસ્થાને પારડીમાં રવિ કૃષિ મહોત્સવનો પ્રારંભ થયો

vartmanpravah

Leave a Comment