September 2, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

પારડી તાલુકાની કલસર ગ્રામ પંચાયત ખાતે કોમ્‍યુનિટી હોલનું જેક્‍સન ઈન્‍ડસ્‍ટ્રીઝના એમ.ડી. ગગન ચનાનાજીએ કરેલું લોકાર્પણ

સી.એસ.આર. અંતર્ગત રૂા. 28 લાખના ખર્ચથી જેક્‍સન ઈન્‍ડસ્‍ટ્રીઝે કલસર ગ્રામ પંચાયત માટે હોલનું કરેલું નિર્માણઃ કલસર ગ્રામ પંચાયતના સરપંચ મનોજ પટેલે માનેલો આભાર

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
પારડી, તા.28: વલસાડ જિલ્લાના પારડી તાલુકામાં આવેલ કલસર ગ્રામ પંચાયત ખાતે જેક્‍સન ઈન્‍ડસ્‍ટ્રીઝે પોતાના સી.એસ.આર. (કોમ્‍યુનિટી સોશિયલ રિસ્‍પોન્‍સીબિલીટી) ફંડ અંતર્ગત કોમ્‍યુનિટી હોલનું નિર્માણ કરી ગ્રામ પંચાયત અને ગ્રામ પંચાયત વિસ્‍તારના લોકોની મહત્‍વની સમસ્‍યાનો ઉકેલ લાવવામાં આવ્‍યો છે.
કલસર ગ્રામ પંચાયત ખાતે કોમ્‍યુનિટી હોલની સુવિધા નહીં હોવાથી પંચાયતની બેઠક કે ગ્રામસભા તથા અન્‍ય બીજા સાંસ્‍કૃતિક કાર્યક્રમો માટે શાળાના વર્ગખંડોનો સહારો લેવા પડતો હતો. પરંતુ કલસર ગ્રામ પંચાયતના સરપંચ શ્રી મનોજભાઈ પટેલની ભલામણથી જેક્‍સન લિમિટેડે પોતાની સી.એસ.આર. પ્રવૃત્તિ અંતર્ગત રૂા. 28 લાખના ખર્ચે કોમ્‍યુનિટી હોલનું નિર્માણ કર્યું છે.
અત્રે નોંધનીય છે કે, જેક્‍સન ઈન્‍ડસ્‍ટ્રીઝે નિર્માણ કરેલ કોમ્‍યુનિટી હોલનું આજે લોકાર્પણ એમ.ડી. શ્રી ગગન ચનાનાજી હસ્‍તે કરવામાં આવ્‍યું હતું. જ્‍યાં સરપંચ શ્રીમનોજભાઈ પટેલે ઉપસ્‍થિત રહી કંપનીનો આભાર પ્રગટ કર્યો હતો.
આ પ્રસંગે કલસર ગ્રામ પંચાયત વિસ્‍તારમાં કાર્યરત જેક્‍સન ઈન્‍ડસ્‍ટ્રીઝના પ્‍લાન્‍ટ હેડ શ્રી વિનોય, સુશ્રી વૈશાલીબેન, ઉદવાડા ગ્રામ પંચાયતના સરપંચ શ્રી ધર્મેશભાઈ, કિકરલા ગ્રામ પંચાયતના સરપંચ શ્રી મનોજભાઈ, કલસર ગ્રામ પંચાયતના તલાટી કમ મંત્રી શ્રી અમિતભાઈ તથા કલસર ગામના ગ્રામજનો મોટી સંખ્‍યામાં ઉપસ્‍થિત રહ્યા હતા.

Related posts

ચીખલી તાલુકાના હરણગામમાં આરોગ્‍ય વિભાગના સબ સેન્‍ટરના બાંધકામમાં વેઠ ઉતારાતી હોવાની ઉઠેલી ફરિયાદો

vartmanpravah

યાત્રાથી પરત ફરેલા યાત્રિકોનું ભવ્‍ય સ્‍વાગત સુપર સિલ્‍વર મિત્ર મંડળ દ્વારા કરવામાં આવ્‍યું

vartmanpravah

વાપી જીઆઈડીસી ક્રિએટીવ ટેક્‍સટાઈલની પોલ ખુલી : દિવાલ ધસી પડતા સ્‍ટોક કરાયેલ વેસ્‍ટ બહાર ડોકાયો?

vartmanpravah

વાપી વીઆઈએ અને જિલ્લા રોજગાર કચેરીના સંયુક્‍ત ઉપક્રમે રોજગાર મેળો યોજાયો

vartmanpravah

સંઘપ્રદેશની ઔદ્યોગિક રોકાણ પ્રોત્‍સાહન યોજના અંતર્ગત સેલવાસના કલાકેન્‍દ્ર ખાતે રૂા.19 કરોડ 80 લાખની સબસીડીના ચેકનું કરાયેલું વિતરણ

vartmanpravah

કલેક્‍ટર ભાનુ પ્રભાની ઉપસ્‍થિતિમાં દાદરા નગર હવેલી પ્રશાસન દ્વારા ‘વિશ્વ દિવ્‍યાંગ દિવસ’ની કરાયેલી ઉજવણી

vartmanpravah

Leave a Comment