Vartman Pravah
Breaking NewsOtherડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

આજે દમણ-દીવના 63મા મુક્‍તિ દિવસની થનારી ‘ઔપચારિક’ ઉજવણીઃ પ્રદેશ ભાજપ નાની દમણ બસ સ્‍ટેન્‍ડે મુક્‍તિ દિવસને ‘જીવંત’ રાખવા કરશે પ્રયાસ

મોટી દમણ કલેક્‍ટરાલય ખાતે મુક્‍તિ દિવસનો યોજાશે જિલ્લા સ્‍તરીય કાર્યક્રમ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.18 : આવતી કાલે દમણ-દીવના 63મા મુક્‍તિ દિવસની ઉજવણી પ્રશાસનિક સ્‍તરે ‘ઔપચારિ રૂપે થઈ રહી છે. જ્‍યારે પ્રદેશ ભાજપ નાની દમણના બસ સ્‍ટેન્‍ડ ખાતે લોકભાગીદારી દ્વારા મુક્‍તિ દિવસને ‘જીવંત’ રાખવાનો પ્રયાસ કરશે. દમણ-દીવના સાંસદ શ્રી લાલુભાઈ પટેલ પણ પોતાના સાંસદ કાર્યાલયમાં તિરંગો લહેરાવશે.
પ્રાપ્ત માહિતી પ્રમાણે આવતી કાલે સવારે 9:00 વાગ્‍યે મોટી દમણ કલેક્‍ટરાલય ખાતે જિલ્લા કલેક્‍ટર શ્રી સૌરભ મિશ્રા તિરંગો લહેરાવી જિલ્લા સ્‍તરીય મુક્‍તિ દિવસના કાર્યક્રમનું મુખ્‍ય અતિથિ પદ શોભાવશે.
અત્રે નોંધનીય છે કે, 450 વર્ષ કરતા વધુની ગુલામી બાદ 19મી ડિસેમ્‍બર, 1961ના રોજ ગોવા, દમણ અને દીવ પોર્ટુગીઝ સલ્‍તનતથી મુક્‍ત થયું હતું અને પ્રજાસત્તાક ભારતનું એક અવિભાજ્‍ય અંગ બન્‍યું હતું. ત્‍યારથી લઈ 2020 સુધી દમણ-દીવમાં પ્રદેશ સ્‍તરીય મુક્‍તિ દિવસની ઉજવણીના કાર્યક્રમો હાથ ધરવામાં આવતા હતા. 2021 સુધી દમણ અને દીવના સરકારી કાર્યાલયો તથા શૈક્ષણિકસંસ્‍થાઓમાં જાહેર રજા રહેતી હતી. પરંતુ 2020ની 26મી જાન્‍યુઆરીએ દમણ અને દીવનું દાદરા નગર હવેલી સાથે વિલિનીકરણ થયા બાદ એક નવા કેન્‍દ્ર શાસિત પ્રદેશ તરીકે દાદરા નગર હવેલી અને દમણ-દીવનો ઉદય થતાં પ્રશાસન દ્વારા 19મી ડિસેમ્‍બર અને દાદરા નગર હવેલીના મુક્‍તિ દિવસ 2 ઓગસ્‍ટને જિલ્લા સ્‍તરીય કાર્યક્રમમાં સામેલ કરી સરકારી રજાઓ બંધ કરવાનો નિર્ણય લેવાયો હતો.
દમણ-દીવમાં બે વર્ષના વિરામ બાદ પ્રદેશ ભાજપે લોકોની ભાગીદારી સાથે નાની દમણના બસ સ્‍ટેન્‍ડ ખાતે મુક્‍તિ દિવસના કાર્યક્રમનું આયોજન કરી લોકોના માનસ પટલ ઉપર મુક્‍તિ દિવસને જીવંત રાખવાનું આયોજન હાથ ધર્યું છે. જેમાં આવતી કાલે લોકોનો કેવો ઉત્‍સાહ અને કેવો મિજાજ રહે તેના ઉપર મુક્‍તિ દિવસની ઉજવણીના ભવિષ્‍યનો પણ અંદાજ આવશે.
અત્રે યાદ રહે કે, છેલ્લા ઘણાં વર્ષોથી દમણ-દીવ અને દાદરા નગર હવેલીમાં પોતાના મુક્‍તિ દિવસ સહિત સ્‍વતંત્રતા દિવસ અને પ્રજાસત્તાક દિવસની ઉજવણીના પ્રદેશ સ્‍તરીય કાર્યક્રમોમાં સામાન્‍ય લોકોની હાજરી ખુબ જ પાંખી રહેતી હતી. ચૂંટાયેલા કેટલાક લોક પ્રતિનિધિઓ, ઉદ્યોગપતિઓ, રાજકારણીઓ સિવાય શાળાના વિદ્યાર્થીઓ, શિક્ષકો, સરકારી કર્મચારીઓની જ હાજરી જોવા મળતી હતી. 2019 સુધી દમણ-દીવ અને દાદરા નગર હવેલીના મુક્‍તિ દિવસે જે તેવિસ્‍તારના સાંસદોને પણ પ્રદેશ સ્‍તરીય કાર્યક્રમમાં સંબોધનની તક મળતી હતી, પરંતુ તેમના ટેકેદારો અને સમર્થકો પણ કાર્યક્રમમાં આવવાની તસ્‍દી નહીં લેતા હતા.

Related posts

દાનહના રખોલીની આર.આર. કેબલ કંપનીમાં રક્તદાન કેમ્પ યોજાયો

vartmanpravah

દાનહમાં એક મહિના બાદ ફરી કોરોનાની એન્‍ટ્રીઃ 1 કોરોના પોઝિટિવ કેસ નોંધાયો

vartmanpravah

વાપીની દેગામ મુખ્‍ય પ્રાથમિક શાળામાં ‘વિશ્વ આદિવાસી દિવસ’ કરાયેલી ઉજવણી

vartmanpravah

ખાનવેલ મરાઠી માધ્‍યમ શાળાના મેદાનમાં અંડર 19 મલખંબ ગર્લ્‍સ અને બોયઝ ટીમની યુટી સ્‍તરની પસંદગી પ્રક્રિયાનું આયોજન કરવામાંઆવશે

vartmanpravah

વલસાડ – કાંપરી રેલવેફાટક 29મી નવે.થી 05 ડિસે. 2021 સુધી સરકારના પગલે બંધ

vartmanpravah

દમણ ખાતે વિશ્વ માછીમારી દિવસની કરાયેલી ઉજવણી

vartmanpravah

Leave a Comment