Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વલસાડ મોટા સુરવાડામાં બે યુવાનોએ ગ્રામજનો સમક્ષ એલ.ઈ.ડી. માધ્‍યમથી ભ્રષ્‍ટાચારનો પર્દાફાશ કર્યો

અલઈ પટેલ અને અવી પટેલ ટેકનોલોજીની મદદથી પાવર પોઈન્‍ટ પ્રેઝન્‍ટેશનથી રસ્‍તા સહિતના વિવિધકામોનો ભ્રષ્‍ટાચાર ઉઘાડો પાડયો

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.02: જાગૃત નાગરિકો અને યુવાનો વહિવટી તંત્રમાં ચાલી રહેલા ભ્રષ્‍ટાચારને કેવી રીતે ઉઘાડો પાડી શકે છે તેનુ જીવંત પ્રેરક ઉદાહરણ વલસાડના મોટા સુરવાડા ગામના બે યુવાનોએ પુરુ પાડયું છે. ગામમાં રોડ સહિતના થયેલા કામોમાં કેવો કેવી રીતે ભ્રષ્‍ટાચાર આચરાયો છે તેનો પર્દાફાસ ગ્રામજનો સમક્ષ એલ.ઈ.ડી. સ્‍ક્રીન ઉપર ટેકનોલોજીના માધ્‍યમથી વિડીયો ટેકનોલોજી સાથે પાવર પોઈન્‍ટ પ્રેઝન્‍ટેશન કર્યું હતું. ગ્રામજનોના મંતવ્‍યો લીધા અને આંદોલન કરવા માટે બે યુવાનોએ જબરજસ્‍થ પ્રોત્‍સાહન પુરુ પાડયું હતું.
વલસાડના મોટા સુરવાડા ગામે સંસદ ફંડમાંથી થયેલા રસ્‍તા વિગેરેના કામ તથા નાણાપંચના નાણાથી પંચાયતના વિકાસ કામોમાં ખુલ્લો ભ્રષ્‍ટાચાર આચરાયો હોવાની વિગતો એલ.ઈ.ડી. સ્‍ક્રીન ઉપર અલઈ પટેલ અને અવી પટેલ નામના બે યુવાનોએ ટેકનોલોજીની મદદથી ભ્રષ્‍ટાચારનો પર્દાફાસ કર્યો હતો. પ્રેઝન્‍ટેશન જોનારા ગ્રામજનો પણ પ્રભાવિત થયા હતા. તેમજ એક સુરે વિરોધ અને આંદોલન કરવાનો મુડ બનાવી લીધો હતો. ગામના જાગૃત નાગરિકોએ કલેક્‍ટરમાં પણ તા.24-5-2024ના રોજ અરજી કરીને રસ્‍તાના ભ્રષ્‍ટાચાર અંગે રજૂઆત કરી હતી. તદ્દઉપરાંત આર.ટી.આઈ. દ્વારા નાણાપંચની ગ્રાંટમાંથી થયેલાવિકાસ કામોની પણ સવિસ્‍તાર માહિતી એકત્ર કરીને ભ્રષ્‍ટાચાર અંગે સાવધાની અને જાગૃતિના દર્શન કરાવ્‍યા હતા.

Related posts

માંડા સંત નિરંકારી મિશનનો સેવાયજ્ઞઃ રક્‍તદાન શિબિરમાં 285 બોટલ રક્‍ત એકત્રિત કરી સમાજસેવાનું રજૂ કરેલું ઉત્તમ દ્રષ્ટાંત

vartmanpravah

છરવાડા અંડરપાસ હાઈવે ફલાય ઓવરબ્રિજ ટ્રાયલ માટે સોમવારે ખુલ્લો મુકાયો

vartmanpravah

વલસાડ જિલ્લા ભાજપના મહામંત્રી હોવાનો વટ બતાવી વાપી બગવાડા સ્‍થિત શુભમ ગ્રીન સીટીના બિલ્‍ડરે સોસાયટીના રહેવાસીઓ સાથે કરેલી છેતરપિંડીઃ મામલતદારને પણ ગુમરાહ કર્યા

vartmanpravah

દાનહ રેડ ક્રોસ શાખાને મહામહિમ રાષ્‍ટ્રપતિ દ્રોપદી મુર્મૂના હસ્‍તે પ્રતિષ્‍ઠિત એવોર્ડ એનાયત

vartmanpravah

વાપી વીઆઈએમાં વીજ કંપની અધિકારીઓની ઉપસ્‍થિતિમાં ઉર્જા સંરક્ષણ જાગૃતિ સેમિનાર યોજાયો

vartmanpravah

થર્ટી ફર્સ્‍ટ ટાણે ગાંધીના ગુજરાતમાં દારૂની રેલમછેલ: ચીખલી તાલુકામાં એસએમસી અને એલસીબી પોલીસે કાટિંગ કરતા સમયે જ ત્રાટકી ચીમલા અને મીણકચ્છથી રૂ.૧૮.૧૪ લાખનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો

vartmanpravah

Leave a Comment