April 27, 2024
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

રાષ્‍ટ્રીય સફાઈ કર્મચારી આયોગના ઉપાધ્‍યક્ષ અંજના પવારે જિલ્લાના સફાઈ કર્મચારીઓની પરિસ્‍થિતિની સમીક્ષા કરી

બેઠકમાં સેફટી કિટ, આવાસ, મેડિકલ કેમ્‍પ, જેવી જરૂરી સુવિધાઓ સમયસર અને સચોટ કરવા સૂચનો કર્યા

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
વલસાડ, તા.12: રાષ્‍ટ્રીય સફાઈ કર્મચારી આયોગ, સામાજિક ન્‍યાય અને અધિકારિતા મંત્રાલય ભારત સરકારના ઉપાધ્‍યક્ષ શ્રીમતી અંજના પવારે તાજેતરમાં જ ઉમરગામના સોળસુંબામાં ગટર સફાઈ વખતે બનેલી દુર્ઘટના અંગે 12મી એપ્રિલના રોજ વલસાડ જિલ્લાની મુલાકાત લઈ કલેક્‍ટર કચેરીના સભાખંડમાં સમીક્ષા બેઠક કરી હતી. સફાઈ કર્મચારીઓ તથા તેમના આશ્રિતોના સામાજિક, આર્થિક અને શૈક્ષણિક જીવનનુંઅધ્‍યયન કરવા, તેમના પુર્નવાસ માટે સ્‍વરોજગાર યોજના અને ગટર ગુંગળામણથી સફાઈ કર્મચારીઓના મૃત્‍યુની ઘટના સબંધિત બેઠકમાં વલસાડ જિલ્લાની પાંચેય વલસાડ, વાપી, ધરમપુર, ઉમરગામ અને પારડી નગરપાલિકાના સફાઈ કર્મચારીઓના વિવિધ પ્રશ્નો અંગે ચર્ચાઓ કરવામાં આવી હતી. તેમજ મહિલા સમૃધ્‍ધિ અને માઈક્રો ક્રેડિટ ફાઈનાન્‍સ યોજનાના સાત જેટલા લાભાર્થીઓને રૂા.1 લાખના સહાયના ચેકોનું વિતરણ કર્યું હતું.
બેઠકમાં આયોગના ઉપાધ્‍યક્ષે દરેક પાલિકા દ્વારા સફાઈ કર્મચારીઓને સેફટી કીટ કે જેમાં ગ્‍લોવ્‍ઝ, યુનિફોર્મ, સિઝન મુજબ રેઈનકોટ વગેરે તેમજ દરેક કર્મચારીનું સમયસર મેડિકલ ચેકઅપ થાય છે કે નહીં, નિવૃત થયેલા કર્મચારીઓને પેન્‍શન અને ગ્રેડ્‍જ્‍યુઈટી સમયસર મળી રહી છે કે નહી, નિવૃત થનારા કર્મચારીઓના પેન્‍શનની કામગીરી, પગાર અને પીએફ સમયસર જમા થાય છે કે કેમ, તેમજ તેમને આવાસોની સુવિધા વગેરેની સમીક્ષા કરી હતી. તેમજ આ સફાઈ કર્મચારીઓ માટે દર ત્રણ મહિને ફુલ બોડી ચેકઅપ કરાવવા માટે મેડિકલ કેમ્‍પનું આયોજન કરવા, જે પાલિકાના સફાઈ કર્મચારીઓ પાસે આવાસની વ્‍યવસ્‍થા નથી તેમના માટે પગલા લઈ આવાસની વ્‍યવસ્‍થા ઉભી કરવાની પ્રક્રિયા શરૂ કરવા, મહિલા અને પુરૂષ કર્મચારીઓ માટે ચેન્‍જિંગ રૂમની વ્‍યવસ્‍થા ઉભી કરવા, સફાઈકર્મચારીઓને એમની કામગીરીમાં જરૂરી દરેક સુવિધાઓ મળે તેની કાળજી રાખવા તેમજ ઈમરજન્‍સીમાં તાત્‍કાલિક સારવાર મળી રહે તે માટે દરેક સફાઈ કર્મચારીઓના આઈ કાર્ડ બનાવી તેમાં તેમના બ્‍લડ ગૃપનો ઉલ્લેખ કરવા પણ સૂચનો કર્યા હતા. સાથે સાથે ઉમરગામમાં થયેલી દુર્ઘટના હવે પછી ભવિષ્‍યમાં ન બને તેની પણ તકેદારી રાખવા સૂચન કર્યું હતું.
તેમણે વધુમાં કહ્યું હતું કે, સફાઈ કર્મચારી એમના સ્‍વાસ્‍થ્‍યને જોખમમાં મુકી સ્‍વચ્‍છતાનું શ્રેષ્ઠ કાર્ય કરે છે. આ કાર્ય બદલ એમનું પુરતું સન્‍માન કરવું આપણી ફરજ છે. આ સફાઈ કર્મચારીઓની નાની પરંતુ મૂળભૂત સમસ્‍યાઓનું નિરાકરણ લાવવાથી એમના જીવનમાં ઘણી સરળતા આવી શકે એમ છે. એમએસટી એક્‍ટ-2013 હેઠળ કર્મચારી પાસે ગટરમાં અંદર ઉતરીને સફાઈ કામગીરી કરાવવી એ સજાપાત્ર ગુનો બને છે તેથી આ એક્‍ટ હેઠળ રહીને જ સફાઈ કામગીરી કરાવવી. ભારત સરકારના સામાજિક ન્‍યાય અને અધિકારિતા મંત્રાલયના નેજા હેઠળ આવતા સફાઈ કર્મચારી આયોગ દ્વારા સફાઈ કર્મચારીઓના અશ્રિતો માટે આર્થિક, સામાજિક અને શૈક્ષણિક પરિસ્‍થિતિમાં સુધારો લાવવા માટે કાર્ય કરે છે. તેના માટે આ આયોગ નવો ધંધો શરૂ કરવા 1 લાખની આર્થિક સહાય, કર્મચારીઓના બાળકો માટે વિદેશમાં શિક્ષણ અર્થે રૂ.20 લાખ અનેદેશમાં શિક્ષણ માટે રૂ.10 લાખ સુધીની નજીવા વ્‍યાજદરે લોન આપે છે.
કલેક્‍ટરશ્રી ક્ષિપ્રા આગ્રેએ ઉપાધ્‍યક્ષશ્રીએ કરેલા સૂચનો અંગે વહીવટી તંત્ર જરૂરી પગલાં લઈ સફાઈ કર્મચારીઓને સહાયરૂપ થતી કામગીરી કરશે તેમજ દર ત્રણ મહિને યોજાતી બેઠકમાં હવેથી સફાઈ કર્મચારીઓની સમસ્‍યાઓને લગતા પ્રશ્નો પણ આવરી લેવામાં અવશે એમા જણાવ્‍યું હતું.
બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી મનીષ ગુરવાની, નિવાસી અધિક કલેક્‍ટરશ્રી અનસુયા ઝા, પ્રોબેશનરી આઈએએસ નિશા ચૌધરી, નાયબ પોલીસ અધિક્ષક એ.કે.વર્મા, વલસાડ ધરમપુરના પ્રાંત અધિકારી નિલેશ કુકડીયા અને કેતુલ ઈતાલીયા, દરેક નગરપાલિકાના અધિકારીઓ અને ચીફ ઓફિસરો સહિત અધિકારી કર્મચારીઓ ઉપસ્‍થિત રહ્યા હતા.

Related posts

વાપી મહેસાણા જિલ્લા પ્રગતિ મંડળ દ્વારા 22મી ક્રિકેટ ટૂર્નામેન્‍ટ યોજાઈ : પાટીદાર ઈલેવન ફાઈનલ વિજેતા: નાણાં-ઉર્જા મંત્રી કનુભાઈ દેસાઈના હસ્‍તે વિજેતા ટીમોને ટ્રોફી અર્પણ કરાઈ

vartmanpravah

નાનાપોંઢા પો.સ્‍ટે.માં દારૂના ગુનામાં કાર માલિક મહિલાનું નામ નહી ખોલવા મામલે દોઢ લાખની લાંચ લેતા વચેટીયો ઝડપાયો

vartmanpravah

મોબાઈલની મોકાણઃ સગીર યુવતીએ કરી આત્‍મહત્‍યા : ખડકીમાં પિતાએ ‘મોબાઈલ કેમ બંધ છે?’ ના ઠપકાને લઈ 17 વર્ષીય દીકરીએ ફાંસો ખાઈ કરી આત્‍મહત્‍યા

vartmanpravah

વિજલપોર ખાતે યોજાયેલ પ્રાચીન ગરબા સ્‍પર્ધામાં નવસારીની કચ્‍છ કડવા પાટીદાર સનાતન મહિલા મંડળે લીધેલો ભાગ

vartmanpravah

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલના હકારાત્‍મક અને સંવેદનશીલ અભિગમથી પ્રભાવિત બનેલા દાનહ જિ.પં.ના સભ્‍યો

vartmanpravah

વલસાડ ભાજપ દ્વારા દક્ષિણ ગુજરાતની વિધાનસભાની બેઠકો માટે ચૂંટણીલક્ષી મહામનોમંથન હાથ ધરાયું

vartmanpravah

Leave a Comment