December 1, 2025
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદેશસેલવાસ

સેલવાસ ન.પા.ના બીજી ટર્મના પ્રમુખ તરીકે રજની શેટ્ટી અને ઉપ પ્રમુખ પદે કિશનસિંહ પરમારની બિનહરિફ વરણી

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.26: સેલવાસ નગરપાલિકામાં બીજી ટર્મના અઢી વર્ષ માટે નવા પ્રમુખ અને ઉપ પ્રમુખના પદ માટેની ચૂંટણી પ્રિસાઇડીંગ ઓફિસર અને દાનહના કલેક્‍ટર શ્રીમતી ભાનુ પ્રભાની ઉપસ્‍થિતિમાં કરવામાં આવી હતી. શ્રીમતી ભાનુ પ્રભાએ પાલિકાના સભ્‍યોએ આપેલા સમર્થન દ્વારા પ્રમુખ અને ઉપ પ્રમુખ માટેના દાવેદાર ઉમેદવારના ફોર્મની ચકાસણી કર્યા બાદ પ્રમુખ તરીકે શ્રીમતી રજની શેટ્ટી અને ઉપ પ્રમુખ તરીકે શ્રી કિશનસિંહ પરમારની નિમણૂક કરવામાં આવી હતી. નવા વરાયેલા પ્રમુખ અને ઉપ પ્રમુખને કલેક્‍ટર શ્રીમતી ભાનુ પ્રભાએ બંનેને નિયુક્‍તિઅંગેના પ્રમાણપત્ર આપ્‍યા હતા. સાથે બન્નેને શુભકામના પણ આપી હતી.
આ અવસરે સેલવાસ ન.પા.ના નિવર્તમાન પ્રમુખ શ્રી રાકેશસિંહ ચૌહાણ અને નિવર્તમાન ઉપ પ્રમુખ શ્રી અજયભાઈ દેસાઈએ નવા વરાયેલા પ્રમુખ અને ઉપ પ્રમુખને શુભકામના આપી હતી. સાથે ભાજપાના પદાધિકારીઓ અને સમર્થકોએ પણ પુષ્‍પગુચ્‍છ આપી સન્‍માનિત કરવામાં કર્યા હતા.

Related posts

ચીખલીમાં સ્‍વચ્‍છતા અને પાણી બાબતે નિયમોનું પાલન નહીં કરનારાઓને ચેતવણી આપવા લાઉડ સ્‍પીકરવાળી રીક્ષા ફેરવાઈ

vartmanpravah

દૂધની પંચાયતમાં મહેસૂલ વિભાગ દ્વારા શિબિર યોજાશે

vartmanpravah

દાદરા નગર હવેલીમાં ધૂમ્‍મસવાળુ વાતાવરણ

vartmanpravah

આંટિયાવાડના સરપંચ ઉર્વશીબેન જયેશભાઈ પટેલે સાધનહીન પરિવારોના વિદ્યાર્થીઓને આરોગ્‍યલક્ષી કિટનું વિતરણ કરી આપ્‍યો સ્‍વચ્‍છતાનો સંદેશ

vartmanpravah

દમણ જિલ્લા પ્રશાસન દ્વારા છઠ્ઠ પૂજા માટે ત્રણ સ્‍થળો નક્કી કરાયા

vartmanpravah

વાપી વી.આઈ.એ. ઈમ્‍પેક્‍ટનું આઠમું નજરાણું : વાંસળી અને સુદર્શન વિષય ઉપર કવિ અંકિત ત્રિવેદી છવાયા

vartmanpravah

Leave a Comment