September 12, 2026
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદેશ

આજે દમણવાડા ગ્રામ પંચાયતમાં મહાત્‍મા જ્‍યોતિબા ફૂલેની જન્‍મજયંતિની ઉજવણી કરાશે

  • 14મી એપ્રિલે વિશ્વ વિભૂતિ ભારત રત્‍ન ડો. બાબાસાહેબ આંબેડકરની જન્‍મજયંતિ નિમિત્તે ભામટી પ્રગતિ મંડળના સહયોગથી રેલીનું આયોજન

  • મોટી દમણના આદિવાસી સંસ્‍કૃતિ ભવનના ઓડિટોરીયમમાં રેલી વિશેષ ગ્રામસભામાં રૂપાંતરિત થશે

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) દમણ, તા.10
દમણવાડા ગ્રુપ ગ્રામ પંચાયત દ્વારા આવતીકાલે મહાત્‍મા જ્‍યોતિબા ફૂલેની જન્‍મજયંતિની ઉજવણી કરવામાં આવશે અને અગામી તા.14મી એપ્રિલના રોજ ભામટી પ્રગતિ મંડળના સહયોગથી ભારત રત્‍ન ડો.બાબાસાહેબ આંબેડકરની પણ જન્‍મજયંતિની ઉજવણી કરવામાં આવશે.
દમણવાડા ગ્રુપ ગ્રામ પંચાયતના સેક્રેટરી શ્રી નિખિલ મિટનાએ આપેલી માહિતી પ્રમાણે આવતીકાલે સવારે 11.00 વાગ્‍યે પંચાયતના પરિસરમાં મહાત્‍મા જ્‍યોતિબા ફૂલેની જન્‍મજયંતિ ઉજવવામાં આવશે. જ્‍યારે 14મી એપ્રિલ,ર0રરના રોજ વિશ્વ વિભૂતિ ભારતરત્‍ન ડો. બાબાસાહેબ આંબેડકરનીજન્‍મજયંતિના ઉપલક્ષમાં ભામટી પ્રગતિ મંડળના સહયોગથી ભામટી કોમ્‍યુનિટી હોલથી સંપૂર્ણ આદર અને સત્‍કાર સાથે રેલી સ્‍વરૂપે નિકળી મોટી દમણ કલેક્‍ટરાલયની પાછળ આવેલા આદિવાસી સંસ્‍કૃતિ ભવનના ઓડિટોરીયમમાં વિશેષ ગ્રામસભામાં રૂપાંતરિત થશે.
દમણવાડા ગ્રામ પંચાયત દ્વારા ભારતરત્‍ન ડો. બાબાસાહેબ આંબેડકરની જન્‍મજયંતિના ઉપલક્ષમાં આયોજીત વિશેષ ગ્રામસભામાં ઉપસ્‍થિત રહેવા સરપંચ દ્વારા ભાવભીનું આમંત્રણ પણ પાઠવવામાં આવ્‍યું છે.

Related posts

સુરતના તત્‍કાલીન ટી.પી.ઓ. કૈલાસ ભોયાની અપ્રમાણસરની મિલકતો અંગે એ.સી.બી.એ વલસાડમાં તપાસ હાથ ધરી

vartmanpravah

પ્રદેશ ભાજપ મહિલા મોર્ચાએ દાનહના તિઘરા અને કૌંચા ગામ ખાતેથી શરૂ કર્યો સેલ્‍ફી વિથ લાભાર્થી મહિલા કાર્યક્રમ

vartmanpravah

સેલવાસ ન.પા.ના ડિમોલીશન અભિયાનમાં વ્‍યવહારિક અને સંવેદનશીલ અભિગમ રાખવા નિષ્‍ફળ ગયેલા સી.ઓ. સુનભ સિંઘની આખરે છૂટ્ટી

vartmanpravah

દીવ ન.પા.ની ચૂંટણીનું પરિણામઃ આવતી કાલ વધુ ઉજળી બનશે

vartmanpravah

પારડીના ચિવલમાં યોજાનાર કથિત ધર્માન્‍તરણ કાર્યક્રમ બંધ કરાવવા વી.એચ.પી.એ આવેદનપત્ર પાઠવ્‍યું

vartmanpravah

તા.11થી 26 ઓગસ્‍ટ સુધી સંઘપ્રદેશના આરોગ્‍ય વિભાગ દ્વારા શાળા અને આંગણવાડીના બાળકો માટે શરૂ થનારૂં વિરાટ આરોગ્‍ય સ્‍ક્રીનિંગ અભિયાન

vartmanpravah

Leave a Comment