October 17, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપી બલીઠા રેલવે પાટા ઉપરથી મળેલી લાશનો ભેદ ઉકેલાયો : મૃતક વોર્ડ નં.7 ભાજપ બુથ પ્રમુખ હતો

રામ બિહારી ભારદ્વાજની પૈસાની લેવડ દેવડમાં હત્‍યા થઈ હોવાનું પોલીસનું અનુમાન

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.05: વાપી જકાતનાકા બલીઠા નજીક ગત સોમવારે એક યુવાનની લાશ મળી હતી. આ લાશનો ભેદ ઉકેલવામાં પોલીસને સફળતા મળી છે. જો કે મૃતકની હત્‍યા થછઈ હોવાનું પ્રાથમિક તારણ નિકળ્‍યું છે. મૃતકવાપી વોર્ડ-7 માં ભાજપ બુથ પ્રમુખ રામબિહારી ભારદ્વાજ હતો તેવો ભેદ ઉકેલાયો છે.
વાપી બલીઠા રેલવે ટ્રેક ઉપરથી સોમવારે મળેલી લાશ બાદ પોલીસે ઝીણવટભરી તપાસ હાથ ધરી હતી. મૃતકની ઓળખ થઈ છે. મૃતક વાપી દેસાઈવાડ એકધારા એપાર્ટમેન્‍ટ ફલેટ નં.402 માં રહેતા 51 વર્ષિય રામબિહારી ભારદ્વાજની લાશ હતી. રામબિહારી ભારદ્વાજની હત્‍યા કરાઈ હોવાનું તપાસમાં બહાર આવી રહ્યું છે. પૈસાની લેવડદેવડમાં હત્‍યા કરાઈ હોવાનું મનાઈ રહ્યું છે. મડક અગાઉ સહારા ઈન્‍ડીયામાં એજન્‍ટ તરીકે કામ કરતો હતો. અગાઉ પણ મૃતક દમણથી આવી રહેલા ત્‍યારે તેમની બાઈકને ટક્કર મરાઈ હતી. જેમાં માથાના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી તે પછી તેઓ માનસિક અસ્‍વસ્‍થ રહેતા હતા. મૃતક રામબિહારી બીજેપીમાં જોડાયેલા હતા તેમજ વોર્ડ નં.7ના સભ્‍ય દિલીપ યાદવ સાથે સામાજીક સેવાકાર્ય નિરંતર કરતા હતા. તેમના મૃત્‍યુ બાદ બે દિકરી અને બે દિકરા નિરાધાર બન્‍યા છે. પોલીસ આરોપીઓ નજીક પહોંચી હોવાનું જાણવા મળેલ છે.

Related posts

વાપીમાં ટેમ્‍પોથી પત્રકારને ટક્કર મારી ભાગેલ ટેમ્‍પો ચાલક ઝડપાયો

vartmanpravah

દાનહ અને દમણ-દીવમાં ગૌહત્‍યા વિરોધી કાયદો કડક બનશે : 10 વર્ષની જેલ અને પાંચ લાખનો દંડ

vartmanpravah

વાપી ભડકમોરા ચાલીમાં પરિવાર સુતો રહ્યો ને તસ્‍કરો રોકડા, ઘરેણા સહિત લાખોની મત્તા ચોરી ગયો

vartmanpravah

વલસાડ જિલ્લાની તમામ પોસ્‍ટ ઓફિસમાં ફિનાકલ સોફટવેરમાં ક્ષતિ સર્જાતા લાખો ખાતેદાર મુંજવણમાં મુકાયા

vartmanpravah

વાપીની બિલખાડીમાં પ્રદૂષણયુક્‍ત પાણી હજુ પણ બેફામ વહી રહ્યું છેઃ નિયંત્રિત કરાયાની માત્ર વાતો જ

vartmanpravah

વલસાડ પારડી સાંઢપોર ગ્રામ પંચાયતનો પ્રશંસનીય નવતર પ્રયોગ : 48 એપાર્ટમેન્‍ટનું પાણી બોરીંગમાં ઉતારાશે

vartmanpravah

Leave a Comment