October 14, 2025
Vartman Pravah
Breaking NewsOtherઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વલસાડ ઓઝરના યુવાનનું આડા સબંધના વહેમમાં ગળુ દબાવી હત્‍યા કરાયાનો પી.એમ. રિપોર્ટ

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.05: બે દિવસ પહેલાં વલસાડમાં ચકચારી ઘટના ઘટી હતી. ઓઝર ગામે રહેતી પત્‍ની ઉપર ફોન આવેલો કે તારા પતિને ગાડરીયા પેટ્રોલ પમ્‍પ ઉપરથી આવી લઈ જા. પત્‍ની અને પરિવાર પમ્‍પ ઉપર પહોંચ્‍યા ત્‍યારે જાણવા મળ્‍યુ કે પતિ-યુવાનને ખેચ આવતા સિવિલ ખસેડાયો છે. જ્‍યાં મૃત હાલતમાં મળેલ ઘટના અંગે શંકાસ્‍પદ મોતની પત્‍નીની ફરિયાદ બાદ તપાસમાં બે આરોપીના નામ બહાર આવ્‍યા છે.
ગાડરીયામાં રહેતો જે.કી. પટેલ એ તેની પત્‍ની રેશમાને ધર્મેશ પટેલને સી.એન.જી. પમ્‍પ ઉપર જોઈ ગયેલ તેથી જે.કી. પટેલ અને તેના મિત્ર સંકેત પટેલએ ધર્મેશભાઈને ઘરે પત્‍ની જીજ્ઞાબેનને ફોન પર કહ્યું કે તારા પતિને ગાડરીયા પમ્‍પ ઉપરથી આવી લઈ જા નહીતર મારી નાખીશું. પત્‍ની જીજ્ઞા અને પરિવાર પમ્‍પ ઉપર ગયેલા પણ પતિને ખેંચ આવતા સિવિલમાં ખસેડાયો છે તેવુ જાણવા મળતા પરિવાર સિવિલ પહોંચ્‍યોહતો. ત્‍યાં પતિ ધર્મેશને મૃત જાહેર કરાયો હતો તેથી પત્‍ની જીજ્ઞાબેન ધર્મેશભાઈએ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે આરોપી જે.કી. પટેલ અને તેના મિત્ર સંકેત આખી ઘટનાને અંજામ આપ્‍યો હોવાનું તપાસમાં બહાર આવ્‍યું છે. સામાન્‍ય વહેમમાં એક યુવાન અને તેના પરિવારને ઉજાડી દેવાની ઘટનાએ સારી એવી ચકચાર જગાવી છે. હજુ આરોપીઓની તપાસ ચાલું છે તેમજ ધરપકડ પણ બાકી છે.

Related posts

મધ્‍ય પ્રદેશના બાગેશ્વર ધામના પીઠાધીશ ધીરેન્‍દ્ર શાસ્ત્રી સોમનાથ મહાદેવના શરણે

vartmanpravah

ટુકવાડા સ્‍થિત પોદાર જમ્‍બો કિડમાં વાર્ષિકોત્‍સવની ઉજવણી થઈ

vartmanpravah

દાનહમાં રાષ્ટ્રીય પક્ષી મોરનો શિકાર કરનાર શિકારીની વન વિભાગે કરી ધરપકડ

vartmanpravah

સુરત બી.એ.પી.એસ. હોસ્‍પિટલ દ્વારા તા.01 થી 31 ડિસેમ્‍બર સુધી ઘુંટણ સાંધાના દર્દીઓનું નિઃશુલ્‍ક ઓપરેશન

vartmanpravah

વલસાડ જિલ્લા કલેક્‍ટર નૈમેષ દવેના અધ્‍યક્ષસ્‍થાને ‘‘વિકાસ સપ્તાહ”ની ઉજવણીના સુચારૂં આયોજન માટે બેઠક મળી

vartmanpravah

મહેસાણાથી પારડી મામાને ત્‍યાં આવેલ સગીરા ભાણેજ ગુમ, મામાએ નોંધાવી અપહરણની ફરિયાદ

vartmanpravah

Leave a Comment