Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપીની બિલખાડીમાં પ્રદૂષણયુક્‍ત પાણી હજુ પણ બેફામ વહી રહ્યું છેઃ નિયંત્રિત કરાયાની માત્ર વાતો જ

સલવાવ ગુરૂકુળ પાસેથી વહેતી બિલખાડીનું પ્રદૂષિત પાણી બાળકો માટે જોખમી પુરવાર થઈ રહ્યું છે

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.16: વાપી ઔદ્યોગિક વિસ્‍તાર અને ગુંજન ટાઉનશીપ મધ્‍યે વહી રહેલી બિલખાડીમાં વહી રહેલ પ્રદૂષિત પાણીમાં ખૂબ બુમાબુમ અને કીકીયારીઓ વારંવાર ઉઠી રહી છે, તેમ છતાં રામ તેરી ગંગા મેલી જેવો ઘાટ આજદિન સુધી બિલખાડી માટે યથાવત્‌ રહ્યો છે.
વાપી થર્ડ ફેઈઝ, ફોર્થ ફેઈઝથી લઈ બલીઠા સલવાવ સુધી વહી રહેલ બિલખાડી બેફામ પ્રદૂષિત પાણીના વહેણ માટે કુખ્‍યાત બની ચૂકી છે. હજારોવાર તેના ઉપાયો સુધારણા માટે અનેક ખર્ચાઓ, પગલાંઓ લીધા હોવાના દવાઓ થતાં રહ્યા છે. પરંતુ બિલખાડીમાં આજે પણ એટલું જ પ્રદૂષિત પાણી વહી રહ્યું છે. સલવાવ ગુરૂકુળની દિવાલને લગોલગ બિલખાડીનું પ્રદૂષિત પાણી ગેરકાયદે વહી રહ્યું છે. સ્‍કૂલમાં અભ્‍યાસ કરતા બાળકોના સ્‍વાસ્‍થ્‍ય માટે તેટલું જ જોખમી આ પ્રદૂષિત પાણી બનીરહેલ છે. જીપીસીબી, પ્રશાસન અને વીઆઈએ હજુ સુધી બિલખાડીનું શુદ્ધ સ્‍વરૂપ આપી નથી શક્‍યા જે વાપી માટે બિલખાડી કલંકિત સાબિત થઈ આવી છે અને ક્‍યાં સુધી કલંકિત રહેશે તેવા સવાલનો જવાબ આજ સુધી મળ્‍યો નથી.

Related posts

વલસાડમાં કેજરીવાલનો રોડ શો યોજાય તે પહેલાં જ જાહેર માર્ગો ઉપરથી ‘આપ’ના ઝંડા-તોરણ ઉતરી ગયા

vartmanpravah

સંઘપ્રદેશના સરપંચોમાં ક્ષમતા નિર્માણ વર્કશોપથી આવેલી નવી ઊર્જાઃ વહીવટી કસબની મળેલી જાણકારી

vartmanpravah

ધરમપુર માન નદીના પુલ ઉપરથી ભૂસકો મારી યુવકે મોત વહાલું કર્યું

vartmanpravah

વલસાડ જિલ્લામાં ૭૫ અમૃત સરોવરની કામગીરી મુદ્દે સરપંચ અને તલાટીઓનો સેમિનાર યોજાયો

vartmanpravah

દમણ હવે બેચલર પાર્ટી માટે નહીં પણ ફેમીલી ટુરીઝમ માટે મશહૂર

vartmanpravah

ભીલાડ લઘુ ઉદ્યોગ સાથે ચાલતા રસ્‍તા વિવાદની ફરી મામલતદાર કચેરીને કરેલી રાવ

vartmanpravah

Leave a Comment