January 16, 2026
Vartman Pravah
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટવલસાડવાપી

વાપી ભડકમોરા ચાલીમાં પરિવાર સુતો રહ્યો ને તસ્‍કરો રોકડા, ઘરેણા સહિત લાખોની મત્તા ચોરી ગયો

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.31
વાપી ભડકમોરા વિસ્‍તારમાં ચાલીમાં રહેતા મુસ્‍લિમ પરિવારના મકાનમાં ગતરોજ રાત્રે પરિવાર સુતો રહ્યો હતો ત્‍યારે તસ્‍કરો ઘરમાં પ્રવેશી ઘરેણા-મોબાઈલ અને રોકડ રકમ મળી લાખોની મત્તા ચોરી કરી ફરાર થઈ ગયા હતા.
પ્રાપ્ત વિગતો મુજબ વાપી ભડકમોરા સાંઈ તળાવ પાસે આવેલ પ્રવિણભાઈની ચાલીમાં રહેતા મુક્‍તાર શેખ ગતરોજ પરિવાર સાથે ઘરમાં સુતા હતા તે દરમિયાન તસ્‍કરોએ કોઈ સાધન વડે દરવાજાનો નકુચો ખોલી ઘરમાં પ્રવેશ્‍યા હતા. તસ્‍કરોએ ઘરમાંથી રોકડા રૂા.42 હજાર, પત્‍ની અને ફરિયાદીના ત્રણ મોબાઈ તતા એક સોનાની ચેઈન મળી લાખોની મત્તા ચોરી અંધારામાં પલાયન થઈ ગયા હતા. શ્રી રામેશ્વર માર્કેટીંગમાં નોકરી કરી રહેલ મુક્‍તાર શેખના માથે આભલુતૂટી પડયુ હતું. સવાર ઉઠી જોયુ તો ચોરી થયાનું માલુમ પડતા વાપી ટાઉન પો.સ્‍ટે.માં ફરિયાદ નોંધાવી હતી.
—–

Related posts

ધરમપુર નજીકના વાંકલ ગામની અજીબોગરીબ ઘટના: ત્રણ વર્ષે થયું માતા-દીકરાનું મિલન, આંખ ભીની કરે એવો નજારો

vartmanpravah

લ્‍યો કરો વાત…દુધનીના ચોકીપાડા ખાતે સ્‍મશાન સુધી જવાના રસ્‍તાનું કામ છેલ્લા 39 વર્ષથી પડતર : શાસન-પ્રશાસને પણ નહીં સાંભળતા છેલ્લે લોકશક્‍તિએ બનાવેલો કાચો રસ્‍તો

vartmanpravah

નવસારીની નિરાલી કેન્‍સર હોસ્‍પિટલમાં ગાયનેકોલોજી અને ઓબ્‍સ્‍ટેટ્રિક્‍સ વિભાગનો શુભારંભ

vartmanpravah

દાનહના 70મા મુક્‍તિ દિવસની આનંદ અને ઉત્‍સાહથી કરાયેલી ઉજવણી

vartmanpravah

વાપીની કંપનીમાં સિવિલ કામ કરતા બેમજુરોએ રૂા.7.77 લાખના ચાંદી વાયર બંડલ ચોરી કરતા ધરપકડ

vartmanpravah

વાપી કુંભારવાડથી નામધા ખડકલા રીંગરોડને જોડતા મુખ્‍ય માર્ગની નવિનીકરણની કામગીરી શરૂ કરાઈ

vartmanpravah

Leave a Comment