-
દાનહ અને દમણ-દીવમાં ગૌહત્યા વિરોધી કાયદાની કડક જોગવાઈઓ લાગુ કરાઈ
-
કોઈપણ પ્રતિબંધિત પશુઓના પરિવહન પર પણ પ્રતિબંધ રહેશે અને ખેતી કે પશુપાલનના હેતુ માટે પશુઓના પરિવહન માટે પરમિટની આવશ્યકતા રહેશે
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) સેલવાસ, તા.20
હવે ગુજરાતની તર્જ ઉપર, દાદરા નગર હવેલી અને દમણ-દીવના સંયુક્ત કેન્દ્રશાસિત પ્રદેશોમાં પણ ગૌહત્યા વિરોધી કાયદાની કડક જોગવાઈઓ લાગુ થશે. સંશોધિત કાયદા અનુસાર દોષિત સાબિત થવા પર મહત્તમ 10 વર્ષની સજા અને 5ાંચ લાખ રૂપિયાનો દંડ નક્કી કરવામાં આવ્યો છે. આ દાયરામાં ગાય, વાછરડું, બળદ, સાંઢ અને વાછરડાને સામેલ કરવામાં આવ્યા છે. કાયદા અનુસાર, ગૌહત્યાના માટે પશુઓના પરિવહન અને કોઈપણ પ્રકારના ગૌમાંસના વેચાણ પર સંપૂર્ણ પ્રતિબંધ રહેશે.
દાદરા નગર હવેલી અને દમણ-દીવ (રાજ્ય કાયદાનું અનુકૂલન) સેકન્ડ ઓર્ડર-2022ના અનુસાર મંગળવારના બંને પૂર્વવર્તી કેન્દ્ર શાસિત પ્રદેશોમાં લાગુ બોમ્બે એનિમલ પ્રોટેક્શન એક્ટ 1954માં સુધારો કરવામાં આવ્યો છે અને હવે વિલીનીકરણ થઈએક બનેલા કેન્દ્ર શાસિત પ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવમાં પણ લાગુ થશે.
સુધારેલા કાયદામાં શું?
બે અધિનિયમોમાં દાખલ કરાયેલા સુધારા મુજબ, અનુસૂચિત પશુઓની વ્યાખ્યામાં માત્ર ગાય, વાછરડું અને સાંઢ જ નહીં પણ બળદ અને વાછરડાનો પણ સમાવેશ થાય છે. દાદરા નગર હવેલી અને દમણ-દીવના કેન્દ્રશાસિત પ્રદેશમાં તેમની કતલ પર સખત પ્રતિબંધ હશે અને તે સમજણપૂર્વકનો અને બિનજામીનપાત્ર ગુનો પણ ગણાશે.
જો કે, આ કાયદો ગાય, વાછરડા, બળદ, સાંઢ અથવા વાછરડા સિવાયના 15 વર્ષથી વધુ ઉંમરના કોઈપણ પ્રાણીની નિયત ધાર્મિક દિવસોમાં અથવા ધાર્મિક હેતુઓ માટે કતલ કરવા પર લાગુ થશે નહીં.
કાયદાની જોગવાઈઓ મુજબ, કેન્દ્રશાસિત પ્રદેશના દાયરામાં એક જગ્યાએથી બીજી જગ્યાએ કતલ કરવાના હેતુથી કોઈપણ પ્રતિબંધિત પશુઓના પરિવહન પર પણ પ્રતિબંધ રહેશે. આ સિવાય ખેતી કે પશુપાલનના હેતુ માટે પશુઓના પરિવહન માટે પરમિટની જરૂર પડશે.