સંઘપ્રદેશના શિક્ષણ અને આરોગ્ય સચિવ ટી. અરૂણની દિકરી દમણવાડાના નંદઘરમાં સામાન્ય ઘરના બાળકો સાથે ભળીને અભ્યાસ અને આનંદ-કિલ્લોલ કરે છે
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
દમણ, તા.14: સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવની સરકારી શાળાઓ તથા આંગણવાડી(નંદઘર)માં ખમતીધર ઘરના બાળકોને મોકલવામાં નહીં આવતા હતા, પરંતુ છેલ્લા 7-8 વર્ષથી પ્રદેશમાં થયેલી શૈક્ષણિક ક્રાંતિના કારણે હવે સમાજના મોભેદારો ઉપરાંત પ્રદેશના આઈ.એ.એસ. સ્તરના અધિકારીઓ પણ પોતાના બાળકોનેનંદઘરમાં મોકલી રહ્યા છે.
મોટી દમણના દમણવાડા ખાતે આવેલ નંદઘરમાં સંઘપ્રદેશ પ્રશાસનના શિક્ષણ અને આરોગ્ય સચિવ શ્રી ટી. અરૂણની દિકરી પણ ગામના સામાન્ય બાળકો સાથે ભળીને અભ્યાસ અને આનંદ-કિલ્લોલ કરે છે. આંગણવાડીમાંથી રૂપાંતરિત થયેલ નંદઘરની સુવિધા, પૌષ્ટિક નાસ્તો અને સમતોલ ભોજનની સાથે બાળકોને ખુબ જ આનંદ અને ઉત્સાહની સાથે કેળવવામાં આવે છે.