Vartman Pravah
Breaking NewsOtherઉમરગામગુજરાતડિસ્ટ્રીકટદમણદેશસેલવાસ

શેર માર્કેટમાં રોકાણના નામે મસાટના યુવકે દાદરા નગર હવેલી અને પડોશના ગુજરાતના લોકોને કરોડોનો ચુનો ચોપડી ફરાર

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.14 : દાદરા નગર હવેલીના મસાટ ગામના રહીશે સેલવાસ અને આજુબાજુના ગામના સ્‍થાનિકોને એકના ડબ્‍બલ કરી આપવાની આદિવાસીઓને લાલચ આપી કરોડો રૂપિયા પડાવી ભાગી જતા સેલવાસ પોલીસ સ્‍ટેશનમાં ઉમરગામ તાલુકાના બોરીગામના રોકાણકર્તાઓએ ફરિયાદ નોંધાવી હતી, ત્‍યારબાદ વલસાડના કલેક્‍ટરને પણ આ સંદર્ભે આવેદન પત્ર આપવામાં આવ્‍યું હતું. સેલવાસના એક વેપારી દ્વારા પણ આ મસાટ ગામના આકાશ હીરુભાઈ પટેલ અને કિરણ સુરેશ નામકુડીયા વિરુદ્ધ એફ.આઈ.આર. નોંધવામાં આવી છે.
પ્રાપ્ત માહિતી પ્રમાણે ફરિયાદી વિનય કિરણભાઈ શાહ (ઉ.વ.29) રહેવાસી ગુરુદેવ કોમ્‍પ્‍લેક્‍સ, સેલવાસ. જેઓપ્રિન્‍ટીંગ અને કપડાંનો ઓનલાઇન ધંધો કરે છે. વર્ષ 2019માં મારા ગ્રાહક તરીકે આકાશ હીરુભાઈ પટેલ રહેવાસી મસાટ તેઓ સાથે ઓળખાણ થયેલ અને તેઓ મારી પાસેથી ઓનલાઇન સામાન ખરીદતા હતા અને મારો મિત્ર કલ્‍પેશ જેઓની અથોલામાં રહેતા કિરણ સુરેશભાઈ નામકુડીયા સાથે મુલાકાત થયેલ જે બાદ જાન્‍યુઆરી 2023માં કિરણ સાથે મુલાકાત થતાં તેમણે જણાવેલ કે આકાશ પટેલ સાથે ટ્રેડિંગ ઇન્‍વેસ્‍ટમેન્‍ટ સ્‍કીમ ચલાવે છે જેમાં ઈન્‍વેસ્‍ટ કરતા લોકોને અમે 222 દિવસ રોજના એક ટકા પ્રમાણે રકમ પરત આપીએ છીએ, આ વાતચીત બાદ ચાર લાખ રૂપિયા ઈન્‍વેસ્‍ટ કરેલ અને એનું વળતર પણ સમયસર મળી જતા અમને વિશ્વાસ બેસી ગયેલ. બાદમાં મારા મિત્રવર્તુળમાં વાત કરતા તેઓને પણ આ સ્‍કીમમાં રોકાણ કરવા જણાવેલ અને તેઓએ પણ રોકાણ કરેલ કુલ રૂા.22લાખ વિનયભાઈના નામે કિરણ નામકુડીયાને રોકડા અને તેના ખાતામાં જમા કરાવી ઈન્‍વેસ્‍ટ કરેલ. ત્‍યારબાદ ઈન્‍વેસ્‍ટ કરેલ રકમની ટકાવારી મુજબ રૂા.2.34 લાખ પરત મળેલ. ત્‍યારબાદ પૈસા મળવાના બંધ થઈ ગયેલ જે સંદર્ભે કિરણ સાથે વાત કરતા એણે જણાવેલ કે આકાશ પટેલે પૈસા આપવાનું બંધ કરેલ હોવાથી તમારા ખાતામાં રકમ આપી શકાશે નહિ. ત્‍યારબાદ કિરણનો સંપર્ક કરવાનો પ્રયાસ કરતા ફોન પર કોન્‍ટેક્‍ટ નહીં થતાંએમના ઘરે અને ઓફિસ પર તપાસ કરતા ત્‍યાં મળતા ન હતા અને કિરણ અને આકાશ બન્ને દાદરા નગર હવેલી છોડી બહાર જતા રહ્યા હોવાની જાણકારી મળેલ અને પાછળથી જાણવા મળેલ કે આકાશ હીરુભાઈ પટેલ અને તેમનો એજન્‍ટ કિરણ સુરેશ નામકુડીયાએ પ્રદેશમાં અને પડોશના રાજ્‍યમાં પણ લોકોને પોતાના ટ્રેડિંગમાં પૈસા રોકી ડબ્‍બલ કરી આપવા બાબતે વિશ્વાસમાં લઈ કરોડો રૂપિયા ઈન્‍વેસ્‍ટ કરાવેલ તેઓને પણ પૈસા પરત આપવામાં આવેલ નથી.
સમગ્ર મામલે સેલવાસ પોલીસે આકાશ હીરુભાઈ પટેલ અને કિરણ સુરેશ નામકુડીયા વિરુદ્ધ આઇપીસીની 406, 420 અને 34 કલમ મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Related posts

દાદરા નગર હવેલી અને દમણ-દીવના ભાગ્‍ય વિધાતા કોણ?

vartmanpravah

દાનહ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર બનતા કલાબેન ડેલકરઃ ડેલકર જૂથના કાર્યકર્તાઓમાં આનંદની લહેર: વરસોથી ભાજપને વફાદાર રહેલા સંનિષ્‍ઠ કાર્યકરો હતાશ

vartmanpravah

દમણ ખાતે ‘ઈન્‍ડિયા ડે’માં ઉમટેલો માનવ મહેરામણઃ પેદા થયેલો ઉત્‍સવનો માહોલ

vartmanpravah

સેલવાસ સ્‍ટેડિયમ પર ઢોડિયા પ્રીમિયર લિગનો શુભારંભ કરાયો

vartmanpravah

નવરાત્રી મહોત્‍સવ સંદર્ભે દાનહ પોલીસ પ્રશાસનનું જાહેરનામું: નવરાત્રી પર્વમાં ફક્‍ત માઁ અંબાની જ આરાધના જ કરવામાં આવે, અશ્‍લીલ ગીતોનો ઉપયોગ નહીં કરવા સૂચન

vartmanpravah

પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદીના આશીર્વાદ અને પ્રશાસક પ્રફુલભાઈ પટેલની અથાક મહેનતથી સંઘપ્રદેશમાં હવે પી.જી. મેડિકલના અભ્‍યાસક્રમની પણ શરૂઆત

vartmanpravah

Leave a Comment